રાજનીતિ

વસ્તી ગણતરીની પ્રક્રિયા હવે ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ વખત લેવામાં આવશે આ વિશે માહિતી

105views

ભારત સરકારે વસ્તી ગણતરી રજિસ્ટર આપડેટ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓ ઘરે ઘરે જઈને કુટુંબનાં સભ્યો, આર્થિક આધાર, ધર્મનાં આંકડા એકત્ર કરશે. રિપોર્ટ અનુસાર આ દરમિયાન આસામને બાદ કરતા તમામ રાજ્યોમાં વસ્તી ગણતરી થશે. આસામમા વસ્તી ગણતરી અપડેટ કરવાનું કામ ચાલી રહ્યુ છે.

1 એપ્રિલ 2020થી શરુ થશે પ્રક્રિયા

[contact-form-7 404 "Not Found"]

વસ્તીગણતરીની પ્રક્રિયા ત્રણ તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 1 એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બરની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઘરે ઘરે જઈને આંકડા ભેગા કરશે. વસ્તી ગણતરીનો બીજો તબક્કો 2021માં શરૂ થશે. 2011માં પહેલી વાર એનપીઆર તૈયાર કરવામાં આવ્યો હતો. સરકારે 2016માં તેને જારી કર્યો હતો. 140 વર્ષનાં ઇતિહાસમાં પહેલીવાર વસ્તી ગણતરીનાં આંકડા મોબાઇલ એપ દ્વારા એકત્ર કરવામાં આવશે. આ એપ એન્ડ્રોઇડ ફોનમાં ઉપલબ્ધ હશે. જોકે આ વખતનાં આંકડા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હશે.

Leave a Response

error: Content is protected !!