વિકાસની વાત

‘વાયુ’ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયુંઃ ગીર સોમનાથ દરિયા કાંઠામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે દીવ દરયો બન્યો ગાંડો તૂર

123views

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

દીવ સહિત ગીર સોમનાથ દરિયા કાંઠામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે દીવ દરયો બન્યો ગાન્ડો તુર.દીવ મા કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ ચાલુ.ગીર-સોમનાથ અને દીવ વચ્ચે આવેલા દરિયાકાંઠાના સિંબર ગામ ખાતે સવારે નવ વાગે અંઘારપટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.સિંબર ગામ દરિયાની નજીક આવેલું છે. અહીં સવારે 9 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ચારેતરફ કાળાડિંબાગ વાદળો છવાયા હતા. વરસાદ શરૂ થતાં દિવસે અંધારપટ છવાયો હતો. આ દરમિયાન તંત્રએ દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપી હતી. ગામ દરિયાકાંઠાથી એકદમ નજીક આવ્યું હોવાથી વાવાઝોડા દરમિયાન અહીં વધારે નુકસાનની સંભાવના રહેલી છે.

ઊના ના 50 ગામો માથી 665લોકો નુ સ્થળાંતર કરાશે. હાલ ઊના થી તંત્ર ની 400 લોકો ની ટીમ સ્થાળાન્તર કરવા રવાના. ઉના ના દેલવાડા સહિત દરિયા કાંઠાના ગામોમાં પવન અને વીજળી ના કડાકા સાથે ધોધમાર વરસાદ નું આગમન.ગીર સોમનાથ. ગીર સોમનાથ માં વાતાવરણ માં પલટો.કોડીનારમા ધીમી ધારે વરસાદ શરૂ. ગીર સોમનાથ જીલ્લામાં વરસાદી માહોલ.ધીમી ગતીએ પવન ફુકાવાની શરૂઆત.

અમરેલી :

જાફરાબાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો.આકાશમા કાળા ડીબાંગ વાદળો છવાયા.વાયુ વાવાઝોડાની અસર વર્તાવા ની શરૂઆત. જાફરાબાદમા વરસાદ શરૂ થયો.

કચ્છ :

વાયુ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સજ્જ. કચ્છમાં બે ટિમો NDRF ની પહોંચી. NDRFના 30 લોકોની ટીમ નલિયા પહોચી. હાઈટેક સાધનો સાથે NDRFની ટીમનું આગમન. એક NDRFની ટિમ નલિયા અને એક ટિમ ગાંધીધામમાં સ્ટેન્ડ ટુ. પ્રાપ્ત વિગત પ્રમાણે કચ્છના કંડલા, અંજાર, ગાંધીધામ વિસ્તારમાંથી વિવિધ 15 ગામ ખાલી કરાવવાં આવશે, અહીં વસતા લોકોનું સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવશે. સ્થળાંતરીત લોકો માટે વહિવટી તંત્ર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય અબડાસાના પણ 12 ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. ત્યારબાદ સ્થિતિને ધ્યાને રાખી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

રાજકોટઃ

વાયુ વાવાઝોડા ને લઈને મનપા આવ્યું હરકતમાં. શાળા પર રહેલ જોખની ડોમ હટાવવા અને સિલ મારવાની કામગીરી ચાલુ . જ્યાં પવન ના કારણે જોખમી ડોમ ઉડી જવાની ભીતિ ત્યાં હટાવવા ની કામગીરી ચાલુ તો અમુક ડોમ જ્યાં બાળકો બેસે નહિ તેમાટે સિલ મારી દેવામાં આવ્યા.

જામનગર :

વાયુ વાવાઝોડાના પગલે સ્થળાંતરની કામગીરી શરુ. દરિયાકાંઠા વિસ્તારના 25 ગામોમાં સ્થળાંતરની કામગિરી. 13,900 લોકોનું સલામત સ્થળે શહેરમાં કરાશે સ્થળાંતર. શહેરમાં શાળાઓ, કોમ્યુનિટીહોલ અને વાડીમાં સ્થળાંતર કરાશે. આજે આખો દિવસ વિવિધ વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી કરાશે. માળીયા હાટીના તાલુકામા હવામાન મા પલટો. આકાશમા વાદળો ધેરાતા વાદળ છાયુ વાતાવરણ વાતાવરણમા આંશીક ઠડક પ્રસરી. ગમે ત્યારે વરસાદ પડે તેવા સંકેત. પવનની ગતી સામાન્ય લોકોને સાવચેત રહેવા તંત્ર દ્રારા અપીલ

દરિયા કિનારે અસર

કચ્છના દરિયા કિનારે 2.5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. તો જામનગરના દરિયા કિનારે 2.4 મીટર, પોરબંદરના દરિયાકિનારે 2.3 મીટર, જૂનાગઢના દરિયાકિનારે 5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. દીવના દરિયાકિનારે 4.5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. અમરેલીના દરિયાકિનારે 4.6 મીટર ભાવનગરના દરિયા કિનારે 2.5 મીટર, ખેડાના દરિયાકિનારે 2 મીટર, સુરતના દરિયાકિનારે 2.5 મીટર, નવસારીના દરિયાકિનારે 2.5 મીટર અને વલસાડના દરિયાકિનારે 2.4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. તેમજ રાજકોટ, જામનગર, પોરબંદર એરપોર્ટ આવતીકાલે રહેશે બંધ

Leave a Response

error: Content is protected !!