Corona Update

અમદાવાદીઓ થઈ જાઓ ખુશ.. 15મેથી અનાજ-શાકભાજી ખુલી જશે પણ સાવધાની રાખવાનું ભુલતા નહિ

9.14Kviews

15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે.

હાલ સુપર સ્પ્રેડર્સને કારણે અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન છે. જેમાં શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો પણ બંધ છે. પણ 15 મેથી અમદાવાદીઓને આ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. આજે ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે દુકાનો ખોલવાની સાથે જરૂરી નિયમો પાળવાના રહેશે.

અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉનનો સમય 15મેના રોજ પૂર્ણ થાય છે. જે બાદ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી, ફળ અને અનાજ દળવાની ઘંટી સહિતની વસ્તુએઓ ઉપલબ્ધ થશે. જો કે આ માટે તંત્ર દ્વારા શરતો મુકવામાં આવી છે. જેમાં તમામ વિક્રેતાઓને ફરજિયાત હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ રાખવું પડશે. અને સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જ વિક્રેતાઓને ફાળવણી કરેલાં વોર્ડમાં જ નિશ્ચિત કરેલાં વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખી શકાશે.

તો દુકાનદારો અને વિક્રેતાઓ માટે પણ જરૂરી શરતો રાખવામાં આવી છે. જેમાં ફક્ત આવશ્યક વસ્તુઓનું જ વેચાણ કરવામાં આવશે. દર સાત દિવસે હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ રિન્યુ કરાવવું પડશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. તેમજ કન્ટેઈન્ટમેન્ટ એરિયામાંથી કોઈપણ સ્ટાફને કામગીરી સોંપી શકાશે નહીં. ડિજિટલ પેમેન્ટ ન હોય તો રોકડ વ્યવહાર માટે ટ્રે રાખવી પડશે. જેમાં પૈસા રાખવાની ટ્રે અલગ અને પૈસા આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે.

આ ઉપરાંત તમામને ગ્લ્વઝ, સેનેટાઈઝર, કેપ, માસ્ક વગેરે પહેરી રાખવું પડશે. દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું આવરણ રાખવાનું રહેશે. આ ઉપરાંત હોમ ડિલિવરી માટેનો સમય સવારના 10થી બપોરના પાંચ વાગ્યા સુધીનો રહેશે.

Leave a Response

error: Content is protected !!