રાજનીતિ

વિધાનસભાન પેટા ચૂંટણી:ખેરાલુ વિધાનસભાનું ગણિત જાણો, છેલ્લી ત્રણ ટર્મથી છે ભાજપનો દબદબો

101views

મહેસાણાના ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મતદારોને આકર્ષિત કરવા માટે હાલમાં બને પક્ષ મથામણ કરી રહ્યા છે. ત્યારે ખેરાલુ વિધાનસભા બેઠકમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી હાલમાં બને પક્ષના ઉમેદવાર ઠાકોર સમાજમાંથી આવે છે.જ્યારે છેલ્લા 3 ટર્મથી ભાજપ આ સીટ પર પોતાનો દબદબો ધરાવે છે. ખેરાલુ બેઠકની ચૂંટણીને લઈને તંત્ર તૈયાર છે. બંને પક્ષો હાલમાં પ્રચાર કાર્યમાં છે. હાલમાં બંને પક્ષના ઉમેદવાર જીતની દાવેદારી કરી રહ્યા છે.

મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠક પરની ગત્ત ચૂંટણીના પરિણામો પર કરીએ નજર :

 • ૨૦૧૨ ભરતસિંહ ડાભીનો વિજય, ભાજપ
 • કાંગ્રેસના બાબુજી ઠાકોરને ૧૪.૪૯ ટકા મતથી હરાવ્યા
 • વર્ષ ૨૦૦૭માં ભરતસિંહ ડાભીનો વિજય, ભાજપ
 • કાંગ્રેસના અંજના દેસાઇને ૧૭ હજાર મતથી હરાવ્યા
 • ૧૯૯૦થી અત્યારસુધીની ૬ ચૂંટણીમાં બે વખત કાંગ્રેસ વિજયી

જાતી પ્રમાણે મત

 • ૫૨ ટકા ઓબીસી મત
 • ૯ ટકા મુસ્લમ મત
 • ૧૦ ટકા એસ.સી વોટ
 • ૧ ટકા એસટી વોટ
 • ૨૬ ટકા અન્ય જાતિના વોટ

ચૂંટણી મેદાનમાં ઉમેદવાર

 • અજમલજી ઠાકોર, ભાજપ
 • બાબુજી ઠાકોર, કાંગ્રેસ
 • ઠાકોર જરીનાબેન, અપક્ષ
 • પથુજી ઠાકોર, એનસીપી

જે જોતા ઠાકોર સમાજના પ્રભુત્વ વાળી આ સીટ પર ચારે ચાર ઉમેદવાર હાલમાં ઠાકોર સમાજના છે. ખેરાલુ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજનું ખાસ પ્રભુત્વ છે કેમ કે 80 હજાર થી વધુ મત ઠાકોર સમાજના છે. જે જોતા આ સીટ પર ત્રિકોણીયો જંગ થવા જઈ રહ્યો છે.ત્યારે જોવું રહ્યું કે આ જંગમાં કોણ મારશે બાજી?

Leave a Response

error: Content is protected !!