રાજનીતિ

વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત અમરાઈવાડી ખાતે યોજાયું ‘વિજય વિશ્વાસ યુવા સંમેલન’

120views

“જનસેવા જ કર્તવ્ય, રાષ્ટ્રનિર્માણ જ પ્રતિબદ્ધતા” ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2019 અંતર્ગત અમરાઈવાડી વિધાનસભા અમરાઈવાડી વોર્ડ ખાતે આયોજિત વિજય વિશ્વાસ યુવા સંમેલનમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ  આઈ.કે.જાડેજા જી, કર્ણાવતી મહાનગર ભાજપના અધ્યક્ષ  જગદીશભાઈ પંચાલ, સાંસદ  હસમુખભાઈ પટેલ, ડૉ.  કિરીટભાઈ સોલંકી, ઉમેદવાર જગદીશભાઈ પટેલ, મહાનગર ભાજપના મહામંત્રી  કૌશિકભાઈ જૈન, મનુભાઈ કથરોટિયા , કમલેશભાઈ પટેલ, મહાનગર યુવા મોરચાના પ્રમુખ મનીષભાઈ પટેલ તથા અન્ય પદાધિકારીઓ અને યુવા મોરચાના સાથી મિત્રોની ઉપસ્થિતિમાં હાજર રહી સભાને સંબોધિત કરી હતી.

ભારતની વિકાસની દશા અને દિશાને પ્રખર બૌદ્ધિક ક્ષમતા દ્વારા આદરણીય  નરેન્દ્ર મોદીજીએ ભારતનું નામ વિશ્વ કક્ષાએ ગુંજવ્યું છે. ભાજપા હંમેશા રાષ્ટ્રના નવનિર્માણમાં અગ્રેસર રહ્યું છે અને પ્રજા કલ્યાણકારી યોજનાઓને વેગવંતી કરી છે. ભાજપા જનકલ્યાણને જ પોતાનુ કર્તવ્ય માને છે અને હંમેશા દૃઢ ઈચ્છાશક્તિ થી સશક્ત ભારતના સ્વપનને સાકાર કરવામાં કટિબદ્ધ છે. આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાને મત આપી ભવ્ય વિજય અપાવવા અપીલ કરી હતી.

Leave a Response

error: Content is protected !!