રાજનીતિ

હાઈ સિક્યોરીટી વચ્ચે ભાગેડુ વિજય માલ્યા આવ્યો મેચ જોવા, લોકોએ “ચોર..ચોર..”ના નારા લગાવ્યા

153views

ભારતની વિવિધ બેંકોનું રૂ.૯૦૦૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ભાગેડુ વિજય માલ્યા રવિવારે ભારત-ઓસ્ટ્રેલીયા ક્રિકેટ મેચ જોવા લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડીયમ પહોંચ્યો હતો. સીબીઆઈ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે સતત પ્રયત્ન કરી રહી છે અને લંડનની વેસ્ટમીન્સ્ટર કોર્ટમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણનો કેસચાલતો હોઈ, વિજય માલ્યાને જોતા જ પત્રકારોએ તેમને ઘેરી લીધા હતા. એક પત્રકારના પ્રત્યાર્પણ અંગેના પ્રશ્નમાં વિજય માલ્યાએ માત્ર એટલો જ જવાબ આપ્યો, “હું અહીં મેચ જોવા માટે આવ્યો છું”

 

વિજય માલ્યાને સ્ટેડિયમની બહાર જોઈને લોકોએ ”ચોર..ચોર..”ના નારા લગાવ્યા હતા અને ચારે તરફ ઘેરી વળ્યા હતા. આ ઉપરાંત વિજય માલ્યા સ્ટેડિયમમાંથી બહાર આવ્યો ત્યારે તેમની સાથે તેમની માતા પણ હતી. ઘણા પત્રકારાએ સવાલો કર્યા પણ તે બીજું કઈ બોલ્યા વિના ત્યાંથી નિકળી ગયો.

વિજય માલ્યા ક્રિકેટનો શોખીન છે અને IPL-T20 ની રોયલ ચેલેન્જર્સના પ્રથમ માલિક હતો. ઉલ્લેખનીય છે કે લંડનમાં જયારે પણ ભારતની મેચ હોય ત્યારે વિજય માલ્યા મેચ જોવા પહોંચી જાય છે. આ અગાઉ ગત વર્ષે ઓવલ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી ટેસ્ટ મેચના અંતિમ દિવેસ વિજય માલ્યા મેચ જોવા પહોંચ્યો હતો. આ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીની મેચની ફાઇનલમાં પણ માલ્યા સ્ટેડિયમના વીઆઈપી કોર્નરમાં જોવા મળ્યો હતો.

Leave a Response

error: Content is protected !!