Corona Update

વાંચો નહેરાની બેજવાબદારીઓનું લિસ્ટ જેને કારણે આખુ અમદાવાદ કોરોનાગ્રસ્ત બન્યું

6.44Kviews

અમદાવાદીઓ માટે હાર ક્યારેય શક્ય નથી. વેપારથી લઈને કળામાં અમદાવાદીઓ અવ્વલ છે તો કોરોનાથી કેમ હારી શકે ? તેના પાછળ અમદાવાદના બેજવાબદાર કમિશનર વિજય નહેરાની અણઆવડત છે. ક્યારેય ન હારેલુ અમદાવાદ પહેલી વાર દુનિયા સામે ન જોવા જેવા રહ્યુ છે. . આ છે તેમના નકામા કામનું લિસ્ટ જેના કારણે દરેક અમદાવાદી વગર કારણે ભોગવે છે.

 • અમદાવાદમાં પોઝિટિવ આંકડામાં ગોટાળા
 • એક્ટિવ કેસની ટકાવારીમાં જબ્બર ગોટાળો
 •   કોરોના ટેસ્ટ મનના સંતોષ માટે નહિ થાય તેવા ખોટા નિવેદન આપી સુપર સ્પ્રેડરના પુરતા ટેસ્ટ ના કર્યા
 • રાજ્ય સરકારને અમદાવાદની પરિસ્થિતિ અંગે પુરતી માહીતિ ક્યારેય ના આપી 
 • પોઝિટિવ દર્દીને હોસ્પિટલ ઓછી હોવાનું કહીને ઘરે જ કવોન્ટાઈન થવાનું કહ્યુ
 • 8 લાખ કેસ થશે અને અમદાવાદની હાલત ખરાબ થશે તેવા ભયજનક નિવેદન
 • ટ્વિટર અને ફેસહુક પર આંકડા બતાવવા સિવાય આંકડા ઘટાડવા માટે શું પ્રયત્નો કર્યા 
 • સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટ જ ના કર્યા અને પાણી ઉપરથી વહી ગયુ પછી જાગ્યા 
 • જમાલપુર વિસ્તારમાં વધુ પ્રેમ વરસાવીને કોરોના આરામથી ફેલાવવા દીધો

 • અમદાવાદમાં પોઝિટિવ આંકડામાં ગોટાળા

અમદાવાદમાં પોઝિટિવ આંકડાના લિસ્ટમાં છેલ્લા અઠવાડિયાથી ગપગોળા જોવા મળે છે. વિજય નહેરા મીડિયા સામે કઈક બીજા આંકડા બોલે પણ લિસ્ટમાં તેનાથી વધારે આંકડા હોય છે. આ વાતનો જવાબ જ્યારે પ્રેસ માંગે છે તો કહે છે કે સમયમાં ફેરફાર થયો હોવાથી આંકડાનું લિસ્ટ વધી ગયુ છે તેવા ગોળ ગોળ જવાબ આપી દે છે.

 • એક્ટિવ કેસની ટકાવારીમાં જબ્બર ગોટાળો

શહેરમાં સ્થિતિ કાબૂમાં ન આવી, તો નહેરાએ સ્ટ્રેટેજી બદલી અને ડબલિંગ રેટના ડેટા આપવાનું શરૂ કર્યું. મ્યુનિ. કમિશનરે ટીવી પર કહ્યું કે, રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત અમદાવાદમાં કેસનો ડબલિંગ રેટ હવે 9 દિવસનો જ્યારે એક્ટિવ કેસનો દર 10 ટકા હતો તે ઘટીને 8 ટકા થયો છે, જેને 5 ટકા સુધી લઈ જવાશે. પરંતુ સામે હકીકત એ છે કે, અમદાવાદમાં ગત 17 એપ્રિલે સારવાર હેઠળના પોઝિટિવ કેસની સંખ્યા 662 હતી તે 12 દિવસમાં એટલે કે, 30 એપ્રિલે 2517 થઈ ગઈ છે.  તો કેવી રીતે ટકાવારી ઘટી શકે

 • રાજ્ય સરકારને અમદાવાદની પરિસ્થિતિ અંગે પુરતી માહીતિ ક્યારેય ના આપી 

 રાજ્ય સરકાર અને અધિકારી વચ્ચે પુરતા પ્રમાણની માહીતી થવી જોઈએ તે થઈ નથી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિજય નહેરાએ રાજ્ય સરકાર સામે અમદાવાદની સચોટ પરિસ્થિતિ આપવાનું ટાળ્યું છે. 

 •   કોરોના ટેસ્ટ મનના સંતોષ માટે નહિ થાય તેવા ખોટા નિવેદન આપી સુપર સ્પ્રેડરના પુરતા ટેસ્ટ ના કર્યા

શહેરમાં કેસની સંખ્યા વધી રહી છે ત્યારે રોજના એકથી દોઢ હજાર ટેસ્ટ થઇ રહ્યા છે. તેમજ કેટલાક કોરોનાગ્રસ્ત લોકોના પરિવારજનોના પણ ટેસ્ટ નહીં કરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. મ્યુનિ. હેલ્પ લાઇન પર પણ ફોનનો મારો ચાલી રહ્યો છે કે, તેમના પરિવારજનો કે તેમની ઓફિસમાં એક વ્યક્તિને કોરોના આવ્યો છે તો તેમનો પણ ટેસ્ટ કરવામાં આવે. મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ વધુમાં જણાવ્યું કે, ટેસ્ટિંગ એક મર્યાદિત સંસાધન છે, અનાવશ્યક ટેસ્ટિંગ કરી શકીએ તેમ નથી. એવું જરૂરી નથી કે, એક ઓફિસમાં એક વ્યક્તિ પોઝિટિવ આવે અને તે પછી તરતજ તમામનો ટેસ્ટ કરવામાં આવે અને તે તમામનો ટેસ્ટ નેગેટિવ જ આવે. અમુક દિવસ પછી જ તેમનો ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે. 7 દિવસ પછી લક્ષણ જણાય તો જ ટેસ્ટ કરી શકાય.

Leave a Response

error: Content is protected !!