Corona Update

અમદાવાદ કમિ. નહેરા કોરોના પોઝિટવના સંપર્કમાં આવતા 14 દિવસ ક્વોરેન્ટિન, અમદાવાદનો ચાર્જ મુકેશકુમાર સંભાળશે

1.69Kviews

કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર શ્રી વિજય નહેરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે.
– વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ.  મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે
– અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ  ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે
– કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ  પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે

 

Leave a Response

error: Content is protected !!