વિકાસની વાત

વિજય રૂપાણી ક્યા મહિનામાં જશે રશિયાના પ્રવાસે ???

98views

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓગષ્ટ માસના બીજા સપ્તાહમાં સંભવત: 11 ઓગષ્ટથી ચાર દિવસ રશિયાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. કેન્દ્રના વાણિજ્ય અને કંપની બાબતોના મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમા પુર્વ રશિયાના પ્રવાસે એક ઉચ્ચસ્તરીય ડેલિગેશન જવાનું છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ, ગોવાના પ્રમોદ સાવંત અને હરિયાણાના મનોહર ખટટર તેમજ આસામના પ્રતિનિધિ પણ જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બર મહિનામાં રશિયાના વ્લાદીવોસ્ટોક ખાતે યોજાનાર વાર્ષિક ઇસ્ટન ઇકોનોમિક ફોરમની વીસમી બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે, એ પૂર્વે આ ડેલિગેશન દ્વારા ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાંથી મોટા પાયે રોકાણો માટેની કેટલીક મહત્વની બેઠકો યોજાશે. ભારત અને રશિયા વચ્ચે ઘણાં જુના વ્યાપારિક સંબંધો રહ્યાં છે. વિશેષ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન ધુરા સાંભળ્યા બાદ તેમણે રશિયા સાથેના સંબંધોને વધારે મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત અને રશિયા વચ્ચે પ્રમાણમાં સુમેળભર્યા સંબંધોના કારણે રશિયામાં કામ કરતી અનેક ભારતીય કંપનીઓએ ભારતીય શ્રમિકોને સારા એવાં પ્રમાણમાં રોજગારી પુરી પાડી છે. વડાપ્રધાન વ્લાદીવોસ્ટોક ખાતે મુલાકાતે જવાના છે. ત્યારે ભારત અને રશિયા આ વ્યાપારિક સંબંધોને વધારે ગાઢ બનાવવા ચેન્નઈ-વ્લાદીવોસ્ટોક વચ્ચે શિપિંગ સેવા શરુ કરવાની દિશામાં વાટાઘાટો કરી રહ્યાં છે.

આ ઉપરાંત ભારત અને રશિયા વચ્ચે ડાયમંડ પ્રોસેસિંગ, પેટ્રોલિયમ, નેચરલ ગેસ, પ્રવાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ વિષયો પર પણ મહત્વના કરારો થઈ શકે છે. આ કરારોનો લાભ જુદા જુદા રાજ્યોને મળી શકે છે. આ હેતુથી ગોયેલના નેતૃત્વ હેઠળ જનારા મુખ્યમંત્રીઓના ડેલિગેશન દ્વારા વિશદ ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને દુર પૂર્વીય રશિયન પ્રોવીંસ અને રાજ્યો વચ્ચે પણ કરારો થઈ શકે છે. ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ ત્યાંની કંપનીઓ, સરકારી એજન્સીઓ સાથે કરાર કરી શકે છે.

Leave a Response

error: Content is protected !!