વિકાસની વાત

વાયુ વાવાઝોડામાં તંત્ર અને પોલિસની સનિષ્ઠ કામગીરી, ગુજરાતે જીતી વાયુ સામે જંગ

146views

ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં આવનારી આ સંભવિત વાયુ વાવાઝોડાની આફતથી આપણે ભયમૂકત થયા છીયે. આ વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમૂદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ગુજરાત ઉપરનો આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આ સંભવિત વાવાઝોડાની અસરો દરમ્યાન 199 જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગે સફળતાપૂર્વક પ્રસૂતિ પણ કરાવી છે. કેન્દ્રીય હવામાન વિભાગના સતત અપડેટને પગલે આપણને આ મોટી આફત સામે લડવાની પૂર્ણ સર્તકતા કેળવવાનો મોટો અનુભવ મળ્યો છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે વાયુના જોખમને પગલે વિસ્થાપન કરાયેલા પોણા ત્રણ લાખ લોકોને કેશડોલ ચૂકવાશે. સરકાર પુખ્ત વ્યક્તિને પ્રતિ વ્યક્તિ રૂપિયા 60 અને બાળકોના રૂપિયા 45 કેશડોલ ચૂકવશે. આગામી 3 દિવસ સુધી સરકાર કેશડોલ ચૂકવશે.

સ્થળાંતર કરાયેલા 3 લાખ લોકોને પરત તેમના ઘરે મોકલાશે. 2000 ગામમાંથી 144 ગામને બાદ કરતા તમામ ગામોમાં વીજ પુરવઠો નોર્મલ છે. રોડ રસ્તામાં જ્યાં સમસ્યા હતી તે નોર્મલ થઈ ગયું છે. સાંજ સુધીમાં એસટીમાં નોર્મલ થઈ જશે.

વાયુ વાવાઝોડાનો મક્કમતાથી મૂકાબલો કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકારે માસ્ટરપ્લાન બનાવી કરેલી આયોજનબદ્ધ કામગીરીની ચોમેર પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને વાયુ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં સગર્ભા મહિલાઓને અસુરક્ષિત સ્થાનથી લઈ સુરક્ષિત સ્થાન, હોસ્પિટલમાં ખસેડવાની અને તેમની પ્રસુતિ સમયે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનાં માનવીય અભિગમવાળું આયોજન કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રૂપાણી સરકારનાં વિવિધ વિભાગ-તંત્ર અને એનડીઆરએફ સહિત બચાવ ટીમની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.

શાળા અને કોલેજોની સ્થિતિ અંગે સીએમે જણાવ્યું હતું કે, આવતીકાલથી રાબેતા મુજબ ચાલું થઇ જશે. સીએમે વધુમાં જણાવ્યું કે, આપણે સોમનાથ દાદા, કાળિયા ઠાકુર, હર્ષદ માતા સૌના આશિર્વાદથી મોટી આફતમાંથી બહાર આવી ગયા છે. આફત સામે લડવાની તૈયારીનો મોટો અનુભવ ગુજરાત સરકારને મળ્યો છે.

તેમજ વાયુ વાવાઝોડાને રાજ્યમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે દરિયાકાંઠા વિસ્તારની નજીક આવેલા 35 ગામોમાંથી 3899 લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું 4, 86,000 ફૂડ પેકેટ સરકાર તરફ થી તૈયાર કરવામાં આવ્યા છે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 199 બહેનોને પ્રસૂતિ થઈ છે અને હેમખેમ થઈ છે. તંત્રએ નાની બાબતોની ચિંતા કરી હતી. યાર્ડમાં અનાજ પલળે નહીં, ખેતી વાડી વિભાગથી માંડીને બાળ અને મહિલા કલ્યાણ વિભાગ કામે લાગ્યું હતું.

Leave a Response

error: Content is protected !!