Corona Update

રૂપાણી સરકારની આગોતરી તૈયારી કામ આવી, એક પણ સ્થળે નથી માસ્કની અછત, હોસ્પિટલના તમામ સાધનો ‘મેડ ઈન ગુજરાત’

473views
  •  કોરોના મહામારીની લડાઈમાં ગુજરાત મોડેલ મોખરે
  • ગુજરાત કોવિડ-19નો સામનો કરવા વેન્ટિલેટરથી માંડીને N95 માસ્ક, પીપીઈ કીટ સહિતના સાધનો જાતે જ બનાવે છે
  • સેનિટાઈઝરની આખા દેશમાં અછત છે ત્યારે ગુજરાતમાં એકે એક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ
  • ગુજરાતમાં દરરોજે 25 હજાર N95 માસ્ક બને છે,
  • દરરોજ 100 વેન્ટિલેટર બને છે.
  • 29 જિલ્લામાં ચાર દિવસમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર
  • રાજ્ય સરકારની વ્યવસ્થાની નોંધ વિશ્વએ પણ લીધી.

 

વિશ્વ આખુ કોરોનાની લડાઈ લડી રહ્યુ છે ત્યારે ગુજરાત માટે એક ગર્વની વાત છે ગુજરાત મોડેલ કોરોના લડાઈમાં મોખરે છે. દેશ અને વિદેશમાં ચર્ચા છે કે આખરે ગુજરાતમાં એવું તો શું થઈ રહ્યુ છે કે માસ્ક અને હોસ્પિટલની અછત નથી ? તો આ પ્રશ્નનો જવાબ છે આપણી કટિબધ્ધ સરકાર…

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીના ઈલાજમાં સૌથી મહત્ત્વનું ગણાતું સાધન વેન્ટિલેટર છે. ગુજરાતની જ એક કંપની જ્યોતિ સીએનસી રોજના 100 વેન્ટિલેટરનું ઉત્પાદન કરી રહ્યું છે અને 10 દિવસમાં જ ગુજરાતને 1000 વેન્ટિલેટર પૂરા પાડવાની છે. બીજીતરફ N95 માસ્ક કોરોના વાઈરસની રોકથામમાં સૌથી ઉપયોગી છે. ગુજરાતમાં દરરોજે 25 હજાર N95 માસ્ક બને છે, રાજ્યની બે કંપની પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કીટનું પણ નિર્માણ કરી રહી છે. આમ કોરોનાની રોકથામમાં ગુજરાત સાધનોના નિર્માણની દૃષ્ટિએ સંપૂર્ણ સ્વાવલંબી છે.

29 જિલ્લામાં ચાર દિવસમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરાશે

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને કાર્યરત કરવામાં આવી છે. જ્યારે બાકીના 29 જિલ્લામાં 100 બેડની કોવિડ હોસ્પિટલ ચારથી પાચ દિવસમાં તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.

  • સેનેટાઈઝેશન માટે દેશમાં પહેલી વાર ફાયર બ્રિગેટનો ઉપયોગ થયો

સેનેટાઈઝ કરવા માટે ગુજરાત દેશ માટે ઉદાહરણરૂપ બન્યુ હતુ. ગુજરાતમાં દરરોજ 4 હજોર લિટર કેમ્કલનો છંટકાવ થાય છે. ફાયર બ્રિગેટ  દ્વારા આ કાર્ય થતું હોવાથી ઝડપથી થાય છે. આ જોઈને રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારે પણ ફાયર બ્રિગેટનો ઉપયોગ કર્યો છે. તો વધુમાં આજથી સેનેટાઈઝ માટે નવા જ પ્રકારના વિદેશી મશીનનો ઉપયોદ થઈ રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!