વિકાસની વાત

સુપ્રિમ કોર્ટનો વિપક્ષને મોટો ઝટકો.. પીટિશનને કહી નોનસેન્સ.. !

132views

સુપ્રિમ કોર્ટે વીવીપેટ સાથે મતની સરખામણી પર વિપક્ષની પીટિશનને ફગાવી દીધી છે.. સુપ્રિમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યુ કે આ પીટિશન ફરી શા માટે કરી ?  સુપ્રિમ કોર્ટનું સાફ સાફ કહેવું છે કે પહેલાથી જ આ પીટિશન પર નિર્ણય આવી ગયો છે. જણાવી દઈએ કે વિપક્ષી દળે વીવીપેટ સ્લીપ સાથે 100 ટકા મત સરખામણી કરવાની રજુઆત કરી હતી. હાલમાં 25 ટકા વીવીપેટની સરખામણી કરવામાં આવશે.

વિપક્ષી દળ એક બાજુ ઈવીએમને લઈને હોબાળો કરવાના મુડમાં છે તો બીજી બાજુ વીવીપેટને લઈને વારંવાર કોર્ટના દ્વાર ખખડાવી રહી છે.મત અને વીવીપેટની 100 ટકા સરખામણી વ્યવહારુ રીતે શક્ય નથી આથી સુપ્રિમ કોર્ટે 25 ટકા જેટલી સરખામણી કરવાનો નિર્ણય લીધો હતો. આ વાતથી અસંતુષ્ટ થઈને વિપક્ષના 22 દળ ફરી સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યા હતા અને 75 ટકા જેટલી સરખામણીની માંગ કરી હતી.

error: Content is protected !!