રાજનીતિ

દેશપ્રેમના વિડિયોથી સૌ કોઈના દિલ જીતનાર આ બાળક કોણ છે ? વાંચો આ અહેવાલ

105views

હમણા જ જે બાળકનો વિડીયો ખૂબ જ વાઇરલ થયો તેજ બાળકનો બીજો અદભુત વિડિયો છે. વાહ મારા દેશનું રતન તને મારા લાખ લાખ સલામ. આ બાળકનો અદભુત દેશપ્રેમ ખરેખર આંખોમાં પાણી લાવી દેય એવો છે. આવડો નાનો બાળક અને આટલી વિલક્ષણ બુદ્ધિ….?  આ બાળક દ્વારકાના તાલુકો સતાપરમાં રહે છે તેને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ આપણે બધાએ.

તે કહી રહ્યોં છે આપણી જાત પર ભરોસો હોવો જોઈએ તો મોત પણ દૂર ભાગે. વિદેશમાં બધા આગળ છે જ્યારે આપણો દેશ ભષ્ટ્રાચારના લીધે પાછળ રહી ગયો છે. તેમજ જ્યારે પૂછવામાં આવ્યું કે તું દેશ માટે શુ કરી શકીશ ત્યારે તેણે કહ્યુું કે હું મારો જીવ પણ આપી દઈશ દેશ માટે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યોં છે. આ વીડિયો એક નાના બાળકનો છે જેને પોતાની વાતથી લોકોનું દિલ જીતી લીધું છે. તેનું નામ અજય છે અને જે રીતે દેશના અને વડાપ્રધાન મોદીના વખાણ કરે છે તે સાંભળીને તમે પણ દંગ રહી જશો કે આટલી નાની ઉંમરમાં આ બાળક પાસે કેટલું જ્ઞાન છે.

આટલો નાનો બાળક વિલક્ષણ બુદ્ધિ ધરાવે છે. દલિત પુત્રનો દેશ પ્રત્યેનો અદ્દભૂત પ્રેમ જોઈને તેને સલામ છે. વીડિયોમાં તે વડાપ્રધાન અંગે વાત કરતા કહે છે કે, દેશમાં મોદી છે ત્યાં સુધી વિકાસને કોઈ નહી રોકી શકે. મોદી જેવા નેતાની જરૂર છે કે જે આતંકવાદીઓને જવાબ આપી શકે છે. અને જ્યાર સુધી આ દેશમાં મોદીનું શાસન છે ત્યાં સુધી દેશ હંમેશા આગળ વધશે.

મોદી એક ટીમ બનાવીને કેવી રીતે કામ કરે છે તે વિશે પણ વાત કરી હતી. તેમજ આ બાળકે કહ્યું કે, સાચો નેતા તેને જ કહેવાય જે પોતાના દેશ પર ધ્યાન આપે. તેણે પુલવામાં થયેલા હુમલા વિશે મોદીએ જે એર સ્ટ્રાઈક કરી હતી તેની વાત કરી અને કહ્યું કે બનવું હોય તો મોદી જેવું બનવું. તેમજ જ્યાર સુધી વડાપ્રધાન મોદી છે ત્યાર સુધી આપણો સૌથી આગળ રહેશે. તેમજ આ બાળકે કહ્યું કે વડાપ્રધાનની સાથે આપણે પણ તેમણો સપોર્ટ કરવો જોઈએ પ્રજા વગર એકલા મોદીજી કઈ ન કરી શકે. તેમજ બાળકે મોદીના સ્વચ્છતા અભિયાન વિશે વાત કરતા કહ્યું કે, સ્વચ્છતા નહી રાખીએ તો મચ્છર અને ગંદકી ફેલાશે અને પછી ડેન્ગ્યુ મલેકરિયા જેવી બીમારી થાય. સલામ છે આ દલિત પુત્રને જેને આંખોમાં પાણી લાવી દીધા.

Leave a Response

error: Content is protected !!