રાજનીતિ

ભાવુક દ્ગશ્યોઃ ગુજરાતી દાદીએ જીતી લીધું સૌનું દિલ, વિરાટ-રોહિતએ પગે પડીને લીધા આર્શિવાદ

174views

મંગળવારે યોજાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં સૌથી વધુ આકર્ષણ 87 વર્ષનાં ગુજરાતી ક્રિકેટ ચાહક ચારૂલતા પટેલે જમાવ્યું હતું. ચારૂલતા ઇંગ્લેન્ડમાં વર્ષોથી રહે છે અને ક્રિકેટ ચાહક છે. વ્હિલચેર પર હોવા છતાં તેઓ મેચ જોવા આવ્યા હતા. કેપ્ટન કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા તેમને મેચ દરમિયાન મળ્યા અને ચારૂલતા પટેલે તેમને આશિર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે 1983માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમના તત્કાલીન કેપ્ટન કપિલ દેવનો ઉત્સાહ વધારવા પણ ચારૂલતા પટેલ આવ્યા હતાં.

ચારૂલતા પટેલે જણાવ્યું કે હું એટલી મોટી ક્રિકેટ ચાહક છું કે મને એક સમયે ભોજન ન મળે તો ચાલે પરંતુ મેચ જોવી અનિવાર્ય છે. મને કોહલી પણ પસંદ છે પરંતુ ટીમ ઇન્ડિયાનો કૂલ ક્રિકેટર એમએસ ધોની છે. જોકે, તમામ ક્રિકેટનો સ્વભાવ સારો છે.

ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ આ મેચમાં 9 વિકેટે 314 રન કર્યા હતાં. આ દરમિયાન આ 87 વર્ષના દાદી વારંવાર જોવા મળ્યાં હતાં. તેમણે ANIને કહ્યું કે ભારત વિશ્વકપ જીતશે. હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું કે ભારત જીતે. હું ટીમને હંમેશા આશીર્વાદ આપું છું. આ બાજુ ક્રિકેટ પ્રશંસકોએ તેમને રોકસ્ટાર પણ ગણાવી દીધા.

87 વર્ષે પણ આવો ગજબનો જુસ્સો અને ક્રિકેટ માટે પ્રેમ ધરાવતા દાદીમાને મળવા માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પહોંચી ગયા હતાં. તેમણે દાદીમાના આશીર્વાદ પણ લીધા. દાદીમાએ તેમને પ્રેમથી ચુમ્મી પણ ભરી લીધી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ આ મુલાકાતનો વીડિયો શેર કર્યો જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ચારુલતા પટેલ સાથે વાત કરી રહ્યાં હતાં. જો કે વીડિયોમાં તેઓ શું વાત કરે છે તે તો જાણવા ન મળ્યું પરંતુ તેમને ગળે મળતા અને આશીર્વાદ લેતા જોવા મળ્યાં.

આ બાજુ ટ્વીટર ઉપર પણ આ જબરદસ્ત ફેનને લઈને લોકો ખુબ ઉત્સાહિત જોવા મળ્યાં. એક યૂઝરે દાદીમાના વખાણ કરતા લખ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તમે આગામી વિશ્વકપમાં પણ ભારતીય ટીમનો આ જ રીતે જુસ્સો વધારો. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે.

આ દાદીમાનો જુસ્સો ખરેખર જોવા લાયક હતો. ભારતીય બેટ્સમેન જ્યારે ચોગ્ગા છગ્ગા મારતા હતાં ત્યારે તેઓ ટીમનો ખુબ જુસ્સો વધારતા જોવા મળ્યા હતાં. આઈસીસીએ વીડિયો બહાર પાડીને લખ્યું કે તમને આ પેશન જોઈને જરૂર સારું લાગશે. જેના પર એક યૂઝરે જવાબ આપ્યો કે આ મુમેન્ટ ઓફ ધ ડે છે. 87 વર્ષના દાદી રોકસ્ટાર છે.

Leave a Response

error: Content is protected !!