વિકાસની વાત

મેચ કેન્સલ થતા કેપ્ટન કોહલી નિરાશ, ક્રિકેટ પ્રેમીઓ એ #ShameonICC ટ્વીટ કરીને રોષ વ્યક્ત કર્યો

100views

ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેદ વરસાદના કારણે કેન્સલ કરવામાં આવી હતી. આખો દિવસ વરસાદ પડવાને કારણે પીચ પર પાણી ભરાયું ગયું હતું અને ક્રિકેટ રમવા લાયક મેદાન રહ્યું હતું નહીં. જેથી ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગે મેચ રદ કરવામાં આવી હતી. મેચ રદ કર્યા પછી બંને ટીમને એક એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. અત્યારે ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારત 3 મેચ સાથે 5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

ભારતીય કેપ્ટને કહ્યું કે, “ખેલાડીઓની રીતે જોવા જઈએ તો પૉઇન્ટ ટેબલનાં હિસાબે મેચ ના રમવી નિરાશાજનક છે. પરંતુ જ્યારે રમવા લાયક સ્થિતિ ના હોય તો મેદાન પર ઉતરવું જ સારું છે. આ સમયે અમે કોઈ ઈજા નથી ઇચ્છતા. અમે અત્યારે સારી ક્રિકેટ રમી રહ્યા છીએ આ કારણે અમને ચિંતા નથી કે અમે પૉઇન્ટ ટેબલમાં ક્યાં છીએ.”

પોઇન્ટ વહેંચવાના કારણે ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડની સરખામણીએ વધારે નુકસાન થયું છે. ભારત સાથે પોઇન્ટ વહેંચ્યા પછી ન્યૂઝીલેન્ડની નોકઆઉટમાં જવાની સ્થિતિ મજબૂત બની ગઈ છે. ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવ્યું છે. સાથે ટાઇટલના પ્રબળ દાવેદાર ભારત સામે એક પોઇન્ટ મળ્યો છે.

તેમજ મેચ કેન્સલ થવાને કારણે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા અને તેમને ટ્વીટ કરીને આસીસીને સેમઓન કરીને ટ્વીટ કરવાનું ચાલું કર્યું હતું. તેમજ જે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

https://twitter.com/chowakidarkumar/status/1139428931923136512

જેથી વરસાદના કારણે મેચ રદ થવી તેના માટે ફાયદાકારક સાબિત થઈ છે. કારણ કે જે ફોર્મમાં વિરાટ કોહલીની ટીમ ચાલી રહી છે તેના કારણે તે જીતની પ્રબળ દાવેદાર હતી. ભારતે આ વર્ષની શરુઆતમાં ન્યૂઝીલેન્ડને તેની ધરતી ઉપર 4-1થી હરાવ્યું હતું. જોકે વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.

ભારતે ન્યૂઝીલેન્ડને છેલ્લી 8 વન-ડે મેચમાંથી 6 માં હરાવ્યું છે. છેલ્લી બે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને જે શાનદાર રીતે હરાવ્યું હતું તેનાથી ભારતની તાકાતનો અંદાજ મળે છે. ભારતે પોતાની બંને મેચો તાકાતવર ટીમો સામે જીતી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ પ્રમાણમાં નબળી ટીમો સામે જીત્યું છે. આવા સમયે ટીમ ઇન્ડિયાનું પલડું ભારે હતું.

જો કે તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ સામે વિશ્વ કપની મેચ વરસાદનાં કારણે રદ્દ થયા બાદ ભારતીય કેપ્ટને નિરાશા વ્યક્ત કરી છે. જો કે તેણે પોતાનું ફૉકસ પાકિસ્તાન સામેનાં મહામુકાબલા પર કર્યું છે. કોહલીએ કહ્યું કે તેમની સામે આ મેચમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ આપશું.

Leave a Response

error: Content is protected !!