વિકાસની વાત

ક્વીન એલિઝાબેથે કેપ્ટન્સ સાથે કરી મુલાકાત, જાણો કોહલીએ શું કહ્યું

95views

12માં ICC ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચ ગુરૂવારે રમવામાં આવશે. જો કે તે અગાઉ ટૂર્નામેન્ટની ધમાકેદાર ઓપનિંગ સેરેમની ચાલુ થઈ. આ સેરેમનીનું આયોજન લંડનનાં બકિંઘમ પેલેસની નજીક આવેલ લંડન મોલમાં થયું. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં ઇંગ્લેન્ડના શાહી પરિવારનો પણ જોડાયો હતો. સમારંભ પહેલા મહારાણી એલિઝાબેથે તમામ ટીમના કેપ્ટન સાથે મુલાકાત કરી તેમજ એલિઝાબેથે તસવીરો પણ ખેંચાવી હતી.

આ વિશે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, તેમણે સારુ લાગી રહ્યું છે. 50 ટકા ભારતીય પ્રશંસકો ઈંગ્લેન્ડમાં છે. તેમજ અહીંના દર્શકોનો પ્રેમ અમને મળશે તેવી આશા છે.

આ સમારોહમાં ભારતના પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે અને ફરહાન અખ્તરે રિપ્રેઝન્ટ કર્યા. બીજી તરફ શ્રીલંકાના મહેલા જયવર્ધને બાંગ્લાદેશનાં અબ્દુલ રજ્જાક, પાકિસ્તાનના અઝહર અલી અને મલાલા યુસુફજઈ, ઓસ્ટ્રેલિયાનાં બ્રેટ લી, ન્યૂઝીલેન્ડનાં જેમ્સ ફ્રેંકલિન, દક્ષિણ આફ્રીકાના જેક્સ કાલિસ અને ઈંગ્લેન્ડનાં કેવિન પિટરસન પણ પહોંચ્યા હતા. બકિંધમ પેલેસ નજીક લંડન મોલમાં ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી.

error: Content is protected !!