રાજનીતિ

અમિત શાહની વર્ચ્યુઅલ રેલી સોશિયલ મીડિયામાં લોકપ્રિય, હવે ગુજરાતમાં પણ શરૂ થશે વર્ચ્યુઅલ રેલી

473views
  • મોદી સરકારની બીજી ઇનિંગનું એક વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ભાજપ કરશે શાનદાર વર્ચ્યુઅલ ઉજવણી: રેલીઓ, સભા વગેરે ઓનલાઈન યોજાઈ રહી છે.
  • ભાજપ દ્વારા રાજ્યના પ્રત્યેક બુથમાં કાર્યકરોનું વોટસએપ ગ્રુપ બનાવાશે, આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, પ્રકાશ જાવડેકર અને ધર્મેન્દ્ર પ્રધાન રાજ્યમાં ઝોનવાઈઝ વર્ચયુલ રેલી સંબોધશે
  • યુવા મોરચા અને વિવિધ મોરચા દ્વારા વિડીયો કોન્ફરન્સથી સંમેલનો થશે, દરેક સાંસદ પોતાના મત વિસ્તારમાં બે તથા ધારાસભ્ય એક-એક સંમેલન આ પદ્ધતિથી કરશે
  • તા. ૧૫ થી ૨૮ વચ્ચે તમામ કાર્યકરો તમામ બુથમાં બબ્બેની સંખ્યામાં જઈ પત્રિકા વિતરણ કરશે. જેમાં કેન્દ્ર સરકારની છેલ્લા એક વર્ષની કામગીરીની ઝલક અપાશે

આ રેલી સોશિયલ મીડિયા ખાસ કરીને ટ્વિટરમાં સફળ રહી છે. જનસંવાદનો આ કાર્યક્રમ સામાન્ય રેલી જેટલી જ લોકપ્રિય બની છે. અમિત શાહની છેલ્લી ત્રણ રેલી મોટી સંખ્યામાં લોકોએ નિહાળી છે. આટલું જ નહિ પણ અમિત શાહની આ રેલીના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આ સાથે જ ભાજપે એક નવો ટ્રેન્ડ પણ શરૂ કર્યો છે.

હાલ જનસમુહ એકત્ર કરી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ભાજપે સમયને અનુરૂપ હાઈટેક પદ્ધતિથી ઓનલાઈન પ્રચારલક્ષી કાર્યક્રમો કરવાનું નક્કી કર્યુ છે. જેમાં વર્ચયુલ રેલી, વિડીયો કોન્ફરન્સ સંમેલન વગેરેનો સમાવેશ થાય છે.

આવતીકાલથી ગુજરાતમાં પણ શરૂ થશએ રેલીઓનો ધમધમાટ..

Leave a Response

error: Content is protected !!