રાજનીતિ

સિપાહી સરકારી કર્મચારી: જે લોકોએ પોતાના પર હુમલો કર્યો તેમને વાવાઝોડાથી બચાવવા મામલતદાર ખડેપગે હાજર

109views

ગુજરાતમાં વાયુ વાવાઝોડાના પગલે તમામ સરકારી કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર થવાનું જણાવવામાં આવ્યું ત્યારે પોરબંદર મામલતદારનો એક સરાહનીય કિસ્સો સામે આવ્યો છે. આપણે હંમેશા એવું જ સમજતા હોઈએ છે કે સરકારી નોકરી એટલે આરામની નોકરી પણ વાસ્તવમાં એવું નથી… સરકારી કર્મચારી સિપાહીની જેમ જ ખડેપગે કાર્ય કરતા હોય છે બસ તેમની પાસે યુનિફોર્મ નથી.

પોરહંદરના મામલતદાર વિવેક ટાંક રાતભર પરેશાની વેઠીને વાવોઝોડુ પહોંચે તે પહેલા ફરજ માટે પહોંચી ગયા. હજુ તો 3-4 દિવસ પહેલા ફરજ બજાવતી વખતે લોકોના જીવલેણ હુમલાથી વિવેક ટાંક બચી ગયા હતા. વિવેક ટાંક પરિવાર સાથે અગાઉથી જ રજા મંજૂર થઈ હોવાથી  રવિવારે પોરબંદરથી રાતભર મુસાફરી કરી અમદાવાદથી હરિદ્વાર જવા નીકળ્યા. પરંતુ તેંમને રાત્રે 11 વાગ્યા તાત્કાલિક ફરજ પર પહોંચવા માટે સુચના મળી.

ફોનમાં સુચના મળતા જ તેઓ જયપુર સ્ટેશન પર ઉતર્યા અને પહેલી બસ પકડીને અમદાવાદ પરત ફર્યા પણ પહોંચતારાત્રે 1 વાગ્યા હતા. અમદાવાદથી પોરબંદર પહોંચવુ સરળ નથી આઠ નવ કલાકનો રસ્તો છે એ સમયે બસ કે ટ્રેન નથી મળતી આથી એરપોર્ટ એકમાત્ર રસ્તો હતો.  ફ્લાઈટનો સમય સવારે 6.40 કલાકનો અને હજુ રાત્રે 2 વાગ્યા હતા. બે ત્રણ દિવસનો થાક અને ઉપરથી ઈજાગ્રસ્ત મામલદાર લોન પર જ રાત પસાર કરી.

બે ત્રણ કલાકની ઉંઘ પછી આ યુવા મામલતદાર સવારે ફરજ પર પણ પહોંચી ગયા ત્યારે સોશિયલ મીડિયામાં પ્રજ્ઞા બેેન લખે છે કે આપણે ઘણી વખત મજાકમાં કહેતાં હોઈએ કે આપણો દેશ તો ભગવાન ભરોસે ચાલે છે. પરંતુ હકિકત તો એ છે કે આટલો વિશાળ દેશ વહીવટીતંત્ર અને તેના કર્મચારીઓની કર્મનિષ્ઠાથી ચાલે છે.
અમદાવાદ એરપોર્ટ બહાર લોન પર સૂતેલો આ માણસ Vivek Tank આવા જ કર્મચારીઓ પૈકી એક છે. એવા વિચાર સાથે કે આ ઉંઘ પછી ફરજ પર લાગી જવાનું છે અને આગામી કેટલા દિવસ અથાક દોડવાનું છે એ નક્કી નથી.
એ પણ એ લોકો માટે જે હજુ 2-3 દિવસ પહેલા એનો જીવ લેવા તત્પર બન્યા હતા. એ જ લોકોના જાનમાલને વાવાઝોડાથી નુકસાન ન થાય એ માટે. એવા લોકો પ્રત્યે વેરભાવના બદલે શક્ય તેટલા વધુ મદદરૂપ થવાની ભાવના.
આ માત્ર એક અધિકારી/કર્મચારીની વાત નથી. આના જેવા હજારો અધિકારીઓ/કર્મચારીઓ લોકસેવા માટે પોતાની ફરજ પર લાગી ગયા છે. પાછા એ ક્યારે ઘેર આવશે એને પોતાને પણ ખબર નથી. પીડિતોને સલામત ખસેડવા રાત-દિવસ ઉંઘ કે આરામ વિના કામ કરશે. ફૂડપેકેટ અને અન્ય સહાય પહોંચાડવા દોડતા આ કર્મચારીઓને પોતાને કદાચ જમવા પુરતો પણ ટાઈમ નહીં મળે. તો પણ કોઈ ફરિયાદ કે અણગમા વિના પોતાની ફરજ નિભાવશે. તો હવે જ્યારે કોઈ બોલે કે આ દેશ કેમ ચાલે છે એ ખબર નથી પડતી ત્યારે કહેજો દેશના સરકારી કર્મચારી/અધિકારીઓની ફરજનિષ્ઠાથી દેશ ચાલે છે.

Leave a Response

error: Content is protected !!