રાજનીતિ

જો આ નંબર પરથી ફોન આવે તો ચેતજો, ફેક કોલ કરીને એક ડોક્ટરને 50 હજારનો ચુનો ચોપડી દીધો

1.02Kviews
  • અમદાવાદમાં સાયબર ક્રાઈમએ વધુ કે ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે.
  • આ ગેંગ લોકોને વીવીઆઈપી નંબર આપવાના બહાને લાખો રૂપિયાનો ચૂનો ચટાડી ચુકી છે.
  • ગેંગ લોકોને વીવીઆઈપી નંબર આપવાનું કહીંને 50 હજાર જેટલી રકમ લેતી હતી.
  • એક ડોક્ટરે આ બાબતે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી
  • જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


થોડા સમય પહેલા શહેરના એસ.જી.હાઈવે પાસે રહેતા ડો.વિશ્વમોહન ઠક્કરના મોબાઈલમાં 9૦૦૦૦૦૦૦૦૦ તેમજ  9199999999 જેવા વીવીઆઈપી નંબરનો એક SMS આવ્યો હતો. મેસેજ જોઈ ડોક્ટરે તે નંબર પર ફોન કર્યો હતો, જ્યાં સામેથી કોઈ વરુણ નામના વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો. શખ્સે હું એરટેલ કંપનીમાંથી બોલું છું, તમને જે મેસેજ આવ્યો છે તેમા વીવીઆઈપી નંબર છે જો તમારે એ જોઈ તા હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે. શખ્સે દ્વારા ડોક્યુમેન્ટ માંગતા ડોક્ટરે ઈનવોઈસની માંગ કરી જેથી આરોપીએ એરટેલના લોગો સાથેનો એક લેટરપેડ મેલ કર્યો હતો. મેલ જોઈ ડોક્ટરને ભરોશો આવી ગયો અને તેમણે શખ્સના એકાઉન્ડમાં 50 હજાર ભરી દીધી. પૈસા આપ્યા બાદ પણ સિમકાર્ડ ન મળતા ડોક્ટરને શંકા ગઈ અને તેઓએ સાયબર ક્રાઈમમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ ભોગ બનનારના મોબાઈલ નંબર પર એરટેલ કંપનીના નામવાળા એરનમ અથવા બીએચ-એરનમ વાળા એસએમએસ પોર્ટલ પરથી બલ્કમાં મેસેજ મોકલતા હતા.

Leave a Response

error: Content is protected !!