વિકાસની વાત

છઠા પગાર પંચના કર્મચારીઓને મળશે આટલા ટકા DA

101views

છઠા પગાર પંચ મુજબ પગાર અને પેનશન મેળવતા રાજ્ય સરકાર અને પંચાયતનાં કર્મચારીઓને પણ 1 જુલાઈ 2017ની પાછલી અસરથી છ વત્તા છ એમ કુલ 12% મોંઘવારી ભથ્થું ચૂકવવા સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલએ આ નિર્ણયની જાહેરાત કરી હતી.

મુખ્ય મંત્રી સાથે ચર્ચા વિચારણા બાદ છઠા પગાર પંચના પગારદારો પેનશરો માટે પણ 1 જુલાઈ 2018 અને 1 જાન્યુઆરી 2019ની અસરથી 12% મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય કરાયો છે.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું જતું કે છઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓ તેમનાં પગાર ઉપરાંત હાલમાં 142 % મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવે છે. ગુજરાત સરકાર પગાર પંચોની ભલામણોની સાથે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું કર્મચારીઓને આપે છે. આથી વીતેલા 2 તબકકે 12% વધારાના ભથ્થા પેટેની રકમ ઓગષ્ટ 2019નાં પગાર પેન્શન સાથે રોકડમાં ચુકવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી 7742 કર્મચારીઓ અને 11617 પેન્શનરો મળીને કુલ 19349ને લાભ થશે. મોંઘવારી ભથ્થું વધતા સરકારમાં વાર્ષિક રૂ. 14.93 કરોડનું ભારણ વધશે.

[contact-form-7 404 "Not Found"]

Leave a Response

error: Content is protected !!