રાજનીતિ

ગુજરાતમાં પાણીનું વ્યવસ્થાપણ હવે થશે સચોટ,નદીઓ ઉપર ધમધમશે વોટર લેવલ રેકોર્ડર અને ઓટોમેટિક વેધર સ્ટેશન

109views

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અસરકારક અને સુદ્રઢ વોટર રીર્સોસિસ મેનેજમેન્ટની વિવિધ કામગીરી માટે રીયલ ટાઈમ ઈન્ફર્મેશન સિસ્ટમ પ્રસ્થાપિત કરવા ૨૬.૨૫ કરોડ રૂપિયાનાં કામોને મંજૂરી આપી છે. આ હેતુસર રાજ્યમાં સર્ફેસ વોટરની રીયલ ટાઈમ ઈન્ફર્મેશન સિસ્ટમ માટે ૮૨ નવા ઓટોમેટિક વેધર સ્ટેશન ઊભા કરવામાં આવશે તે ઉપરાંત પ્રવર્તમાન ૫૦ ઓટોમેટિક સ્ટેશન્સનું અપગ્રેડેશન પણ કરવામાં આવશે. આ સિવાય રાજ્યની નદીઓ તેમજ મોટા જળાશયો પર પાણીનાં સ્તરની જાણકારી પણ રીયલ ટાઈમ અને આપોઆપ મળી રહે તે માટે ૧૦૪ નદીઓ તથા ૭૬ મોટા જળાશયો ઉપર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર નાંખવામાં આવશે.

ગુજરાતમાં સર્ફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર માટે નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે કુલ રૂ.૧૦૧ કરોડ રૂપિયા આઠ વર્ષનાં સમયગાળા માટે ૧૦૦ ટકા ગ્રાન્ટ તરીકે મંજૂર કર્યા છે. આ અંતર્ગત રાજ્યમાં વોટર રિસોર્સ ઈન્ફર્મેશન સિસ્ટમ, પબ્લિક અવેરનેસ, હાઈડ્રોલોજીકલ મોડેલિંગ, રીસર્ચ એક્ટવિટી, સ્ટડીઝ અને ટ્રેનિંગ તથા કેપેસિટી બિલ્ડીંગની બહુવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશનને લીલીઝંડી આપવામાં આવ્યા બાદ ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર દ્વારા જળાશયોમાં પાણીની સપાટી સારી રીતે જાણી શકાશે. ડેમમાં કેટલું પાણી છે તે સંદર્ભમાં તરત જ વોટર લેવલ રેકોર્ડરથી જાણી શકાશે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશન – ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર કાર્યરત કરવા ૨૬.૨૫ કરોડ રૂપિયાનાં કામોની મંજૂરી આપતા ગુજરાતમાં પાણીનું વ્યવસ્થાપણ હવે સચોટ થશે કેમ કે જળાશયો અને નદીઓ ઉપર વોટર લેવલ રેકોર્ડર અને ઓટોમેટિક વેધર સ્ટેશન ધમધમશે.

Leave a Response

error: Content is protected !!