Corona Update

ટ્રમ્પે આપ્યુ વચન અમે દરેક પરિસ્થિતિમાં ભારત અને PM મોદીની સાથે,ચીન અને પાકિસ્તાનને લાગ્યા મરચા

833views

પીએમ મોદી અને ટ્રમ્પની દોસ્તી જગ જાહેર છે ત્યારે ફરી એકવાર ટ્રમ્પે વ્હાઈટ હાઉસની પત્રકગાર પરિષદમાં કહ્યુ છે કે અમે દરેક કોરોનાની લડાઈમાં ભારતની  અને પીએમ મોદીની સાથે છીએ અમે વેન્ટિલેટર પણ ભારતને દાન કરીશું. ટ્રમ્પે શુક્રવારે વ્હાઈટ હાઉસના ગાર્ડનમાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું તાજેતરમાં જ ભારતની યાત્રાથી પરત આવ્યો હતો. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તે પૈકી કેટલાક લોકો વેક્સીન પર પણ કામ કરી રહ્યા છે. તેઓ મહાન વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા છે. એક પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું- પ્રધાનમંત્રી મોદી મારા ખૂબ જ સારા મિત્ર છે.

 

ભારતે એપ્રિલમાં હાઈડ્રોક્સીક્લોરોકીનનો જથ્થો મોકલ્યો હતો

ભારતે એપ્રિલમાં કોરોના સામેની લડાઈમાં અમેરિકાની મદદ માટે હાઈડ્રોક્સોક્લોરોકીન દવાનો વિશાળ જથ્થો મોકલ્યો હતો. આ અંગે ટ્ર્મ્પે મોદીના નૈતૃત્વને મજબૂત ગણાવતા તેમની પ્રશંસા કરી હતી અને ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.

રસીકરણ પ્રજા માટે વિના મૂલ્યે ઉપલબ્ધ બનશેઃ ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે કોરોનાની રસીને અમે પ્રજા માટે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા વિચાર કરી રહ્યા છીએ. આ વર્ષના અંત સુધીમાં તેને તૈયાર કરવામાં આવી શકે છે. રસી વિકસાવવા માટે “ઓપરેશન વાર્પ સ્પીડ” નામનું એક નવું અભિયાન શરૂ કર્યું છે. “ઓપરેશન વાર્પ સ્પીડ”ને આ વર્ષના અંત સુધીમાં રસી શોધવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેથી જાન્યુઆરી,2021 સુધીમાં તે લોકો સુધી પહોંચાડી શકાય.

Leave a Response

error: Content is protected !!