રાજનીતિ

શું છે કોરોનાના આંકડા છુપાવવા પાછળનું સત્ય ? નિતીન પટેલે આપ્યો ધારદાર જવાબ

510views

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે રૂપાણી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક પત્રકાર પરિષદ યોજી હતી.

પરિષદમાં કરાયેલી મુખ્ય બાબતો:

 • દર્દીઓને પૂરતી સુવિધા મળે તે માટે આરોગ્ય વિભાગ પ્રયાસ કરે છે.
 • માર્ચ મહિનાથી આરોગ્ય વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે.
 • ગરમી અને કોરોનાની વચ્ચે સરકાર સતત કામ કરી રહી છે.
 • ૧૭ અઠવાડિયાથી સતત કોર ગ્રુપ બેઠક થાય છે જેમાં કોરોના ની ચર્ચા થાય છે.
 • જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે દરરોજ ચર્ચા થાય છે
 • કોરોના સંપૂર્ણ નાબૂદ ના થાય ત્યાં સુધી કામગીરી કરતા રહીશું
 • વધતા દર્દીઓને લઈને સરકાર ચિંતિત છે અને બીજીબાજુ તમામ લોકો જવાબદારીપૂર્વક કામ કરે છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યુ કે ,”ગુજરાતમાં મૃત્યુદર ૬.૫ % થી ઘટીને ૧.૫ % થયો એટલે મૃત્યુદરમાં ઘટાડો થયો છે.ગુજરાતમાં પહેલા રોજ ૫૦ મૃત્યુ થતાં હતા હવે સરેરાશ ૧૫ થાય છે.”

ગુજરાત સરકાર સતત સારું કાર્ય કરી રહી છે:

 • કોરોનાથી એકપણ મૃત્યુ ના થાય ત્યાં સુધી કામ કરતા રહીશું.
 • રાજ્યમાં ૯૨૫ થી વધુ ધન્વંતરિ રથ કાર્યરત,આ રથ દ્વારા ઘરે ઘરે જઈને તપાસ કરાય છે.
 • રાજ્યમાં હવે ૯ દિવસને બદલે ૩૨ દિવસે ડબલ થાય છે.
 • રિકવરી રેટમાં પણ વધારો થયો છે.
 • રાજ્યમાં ડબ્લિંગ રેટમાં વધારો થયો તો રાજ્યમાં ૩૦ કરતા વધુ દર્દીઓ સાજા થયા છે.
 • કોરોના સંક્રમણ રિકવરી રેટ ૩૦ ટકા થી વધીને ૭૦ ટકા થયો.

તો નીતિન પટેલે કોરોનાનું સંક્રમણ ધંધા, રોજગાર અને મુસાફરી શરૂ કરતાં વધ્યું હોવાનું જણાવ્યું હતું.જો કે સંક્રમણ વધ્યું ત્યાં અધિકારીઓને મોકલવામાં આવ્યા છે તેવી વાત પણ કરી હતી.

કેવી અને કેટલી સુવિધા સાથે સજ્જ છે રૂપાણી સરકાર:

 1. ૧૦૩૭૭ બેડ ઓકિસજન ની સુવિધા સાથે ઉપલબ્ધ છે.
 2. ૩૦૦૦ કરતા વધારે આઇસીયુ બેડ ઉપલબ્ધ છે
 3. ૩૦૦૦ કરતા વધુ વેન્ટિલેટર ની સુવિધા ઉપલબ્ધ છે

આમ સરકાર શું કાર્ય કરી રહી છે અને કેવા પ્રયત્નો રાત-દિવસ રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેનો અહેવાલ રજૂ કર્યો હતો.

Leave a Response

error: Content is protected !!