રાજનીતિ

હવામાન વિભાગ: 10 ઓટોબર સુધીમાં ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઇ શકે છે.

88views

 

વરસાદના કારણે હાલ રાજ્યના ખેડૂતો અને ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા મહત્ત્વ પૂર્ણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અધિકારી જયંત સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું થઇ જશે. આગમી ચાર દિવસમાં એકથી બે જગ્યાઓ વરસાદી ઝાપટાઓ જોવા મળશે અને પાંચમાં દિવસે વરસાદની તીવ્રતામાં સાવ ઘટાડો થઇ જશે અને આગામી 10 ઓટોબર સુધીમાં ચોમાસું વિદાય લે તેવી પણ શક્તાઓ દેખાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ મહેર વરસાવી છે. 140% કરતા વધારે વરસાદ પડતા ગુજરાતમાં હવે દોઢ વર્ષ કરતા વધારે સમય ચાલે તેટલો પાણીનો જથ્થો છે.

Leave a Response

error: Content is protected !!