જાણવા જેવુરાજનીતિ

જાણો શું છે “સરહદો ઓળખો” કાર્યક્રમ

213views

દેશમાં રહેતા લોકોની રક્ષા સરહદ પર રહેલા જવાનો કરે છે. ગમે તેવી મુશ્કેલીમાં જવાનો પોતાના જાનની પરવા કર્યા વગર આપણી રક્ષામાં ઉભા હોય છે. ઘણી મુશ્કેલીઓની વચ્ચે લોકો સરહદ પર રહેતા હોય છે, તે જાણવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘સરહદો ઓળખો’પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાજ્યના 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓ ‘સરહદો ઓળખો’પ્રવાસમાં ભાગ લઈ શકશે. આ પ્રવાસ દ્વારા યુવક-યુવતીઓને રાજયના સરહદી વિસ્તારોમાં રહેતા લોકોના જન-જીવન તથા અનેક મુશ્કેલીઓ વચ્ચે સરહદોનું રક્ષણ કરતાં આપણા જવાનો વિશેની માહિતી આપવામાં આવશે. ‘સરહદો ઓળખો’પ્રવાસ 10 દિવસ માટે યોજાવાનો છે. જેમાં રાજયભરમાંથી 200 યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!