જાણવા જેવુરાજનીતિ

દિનભરમાં શું રહેશે ખાસ? જાણો ટૂંકમાં સમાચાર

493views

આજે પીએમ નરેન્દ્રભાઈ મોદી કરશે યુએનમાં સંબોધન.

દિલ્હી :

 • આજે રક્ષા મંત્રી રાજનાથસિંહ લેહની મુલાકાતે.
 • રાજધાની કોરોના સંકટની વચ્ચે સરકારનો મોટો નિર્ણય પાન, મસાલાની બનાવટ, ગુટખા, ભંડાર, વિતરણના વેચાણ પર લાગેલા પ્રતિબંધને વધુ એક વર્ષ સુધી લંબાવાયો.
 • આજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રના આરોગ્ય વિભાગની ટિમ ગુજરાતની મુલાકતે આવશે.
 • દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 36429 કોરોનાના દર્દીઓ, 690 ના થયાં મૌત.
 • 17 જુલાઈથી અમેરિકા અને 18 મી થી ફ્રાન્સની વિમાની સેવા થશે શરૂ.

મુંબઈ :

 • આજે BCCI ની મળશે મહત્વની બેઠક.

રાજસ્થાન :

 • આજે સચિન પાયલટ અને 18 ધારાસભ્યો મુદ્દે થશે હાઇકોર્ટમાં સુનાવણી.

કોલકત્તા :

 • મોટા ભાઈને કોરોના પોઝિટિવ આવતા ક્રિકેટર સૌરવ ગાંગુલી હોમ કોરોન્ટાઇન.

ગાંધીનગર :

 • સુરત ખાતે કેન્દ્ર આરોગ્ય વિભાગની બેઠક શરૂ: સૂત્ર.
 • ગાંધીનગર રાજ્યમાં 2 સપ્તાહમાં 12 હજાર નવા કેસ, 223 ના મૌત, ગુરુવારે 919 કેસ નોંધાયા.
 • ગાંધીનગર ‘પહેલા રોજગારી પછી ચૂંટણી’ ગુજરાતના યુવાનોનું ટ્વિટર આંદોલન થયું શરૂ.
 • ગાંધીનગર રાજ્યમાં રોજગાર કચેરીઓ થશે ઓનલાઇન.
 • ગાંધીનગર ગુજકેટના ફોર્મ ભરવાની મુદતમાં કરાયો વધારો.
 • ગાંધીનગર 24 કલાકમાં 139 તાલુકાઓમાં વરસાદ. આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના.
 • ગાંધીનગર રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ પરિવાર સહિત અંબાજી મંદિરના કર્યા દર્શન.

અમદાવાદ;

 • અમદાવાદ જીવ ન બચાવી શકતા AMC તંત્ર દ્વારા તમામ 24 સમશાનોને મૃત્યુના આંકડા ન આપવા કરાયો આદેશ: સૂત્ર.
 • અમદાવાદ NSUI દ્વારા પ્રવેશ કમિટી કાર્યાલયને તાળાબંધી કરતા વિવાદ. 18મી સુધી પ્રવેશ બંધ.
 • અમદાવાદ GPCB ના અધિકારીના લોકરમાંથી 72 લાખના ઘરેણાં અને રૂપિયા 55 લાખ રોકડા મળ્યા.
 • અમદાવાદ ન્યુ રાણીપ અણમોલ ટ્વીન બંગલોઝમાં કોરોનાના કેસ નોંધાતા કુલ 80 મકાનો લોક: સૂત્ર
 • અમદાવાદ કોરનાની મહમારીમાં મૃત્યુ પામેલ લોકોને વળતર ચુકવવાની માંગ સાથે હાઈકોર્ટમાં PIL કરાઈ.
 • અમદાવાદ મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનીંગમાં નહીં પકડાયેલ મુસાફર કોરોના પોઝિટિવ નીકળ્યો.

આણંદઃ

 • ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL) ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 23 જુલાઈના રોજ યોજાશે.

સુરત:

 • સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શહેરના બેગમપુરા વિસ્તારમાંથી મસ મોટું જુગરધામ ઝડપ્યું. લાખોના મુદ્દામાલ સહિત 99 ની ધરપકડ.
 • સુરત રાંદેર ટાઉનના લોકો દ્વારા 1 અઠવાડિયા માટે સ્વજાતે લોકડાઉનનો નિર્ણય. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ચાલુ રહેશે.
 • સુરત સચિનમાં જૂથ અથડામણમાં 4 લોકોને ઇજા. 2 ની હાલત ગંભીર.

માંગરોળ

 • મામલતદાર કચેરીમાં સુરત ACB એ મામલતદારને 25 હજારની લાંચ લેતા ઝડપી પાડયા.

રાજકોટ:

 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં. પ્રોફેસર વંકાણી સામે છાત્રાએ નોંધાવી ફરિયાદ. પ્રોફેસરે કહ્યું મારી વાત માનીશ તો ગોલ્ડ મેડલ અપાવીશ.
 • રાજકોટ જીલામાં કોરોનાથી વધુ 2 ના મૌત. 51 કેસ સાથે કુલ 872 કોરોનાગ્રસ્ત. આજે વધુ 4 ના મૌત.
 • રાજકોટ રાજકોટ થી નાથદ્વારા સ્લીપર કોચ બસ એસટી વિભાગ ફરી શરૂ કરશે.
 • રાજકોટ શહેરના વધુ બે બુટલેગરોને પાસા હેઠળ જેલને હવાલે કરાયા.
 • રાજકોટ ગોંડલના કોલીથડ ગામે ભૂકંપથી શાળાની છત ધરાશાયી. સ્કૂલ બંધ હોવાથી કોઇ જાનહાનિ નહીં.

જૂનાગઢ:

 • જૂનાગઢ જિલ્લામાં 40 અને અમરેલીમાં 6 કોરોનાના કેસ નોંધાયા.
 • જૂનાગઢ BAPS મંદિરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ. આગ કાબુમાં.

જામનગર:

 • આ વર્ષે જામ સંસ્થાના શિવમંદિરો શ્રાવણ માસમાં અમુક કલાકો માટે જ રહેશે ખુલ્લા. કોઈ ધાર્મિક વિધિ કરી શકાશે નહીં.
 • જામનગર ધારણા પહેલા પ્રોફેસરે દિલગીરી વ્યક્ત કરતા NSUI નો ધારણા કાર્યક્રમ મોકૂફ.
 • જામનગર લેન્ડ રેકર્ડ કર્મીઓ દાહોદમાં બનેલી ઘટનાનો કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે.
 • જામનગર કોરોના હજુ પણ કાબુ બહાર. શહેરમાં વધુ 13 કેસ નોંધાયા. ભણવાડના વેરાડમાં 1 કેસ નોંધાયો.
 • જામનગર વિપક્ષનો વિરોધ: જામનગરમાં કોરોના દર્દીના પરિવારના ટેસ્ટ કરવામાં આવતા જ નથી.
 • જામનગર હોસ્પિટલ બહાર મૃતદેહો રસ્તે રઝળી મૂકવાને મામલે ભૂલ સુધારવાને બદલે તંગડી ઉંચી રાખવા જિલ્લા કલેકટરના હવાતિયાં.
 • જામનગર જિલ્લા જેલ ના સહાયક, એલઆર અને વચેટિયાને રૂપિયા 2 હજારની લાંચ લેતાં ACB એ ઝડપાયા.
 • જામનગર જામજોધપુરમાં 7 મહિલાઓ સહિત 8 જુગરીઓને પોલીસે પકડી પડ્યાં.

ખંભાળિયા :

 • પાણી ખેંચવાની મોટર અને વાહનોમાંથી બેટરી ચોરતાં શખ્સને LCB એ ઝડપી પાડ્યો.
 • હવે સીસીટીવી કેમેરાની રહેશે નજર, જાહેરમાં કચરો ફેકશો તો થશે દંડ. 5 જગ્યાએ કેમેરા લગાવવાનું શરૂ.

હિંમતનગર :

 • 31 જુલાઈ સુધી APMC માર્કેટ રહેશે બંધ. કોરોના સંક્રમનને જોતા લેવાયો નિર્ણય.

બનાસકાંઠા :

 • સીએમની મંત્રીઓ સાથે બેઠકમાં નિર્ણય, આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય: સૂત્ર
 • દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં.

કચ્છ :

 • પાકિસ્તાન પ્રેમિકાને મળવા ગયેલા યુવકને BSFની ટીમે પકડી પાડ્યો.
 • કચ્છ મોડી રાત્રે ભૂકંપના 2 આંચકા અનુભવાયા.

Leave a Response

error: Content is protected !!