Corona Updateરાજનીતિ

PM મોદીની લોકડાઉન પછીની તૈયારીઓ, અર્થતંત્રના બુસ્ટર માટે બનાવ્યો એક્શન પ્લાન

New Delhi: Prime Minister Narendra Modi with Union Ministers Nitin Gadkari, Rajnath Singh, Amit Shah, Nirmala Sitharaman and others during the first cabinet meeting, at the Prime Minister’s Office, in South Block, New Delhi, May 31, 2019. (PTI Photo)(PTI5_31_2019_000249B)
3.55Kviews
  • ટોપ લેવલના 10 ક્ષેત્રને ટાર્ગેટ કરો
  • મેક ઈન ઈન્ડિયાને કરો પ્રમોટ 
  • ઉત્પાદન અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો
  • કાળા બજારી પર રોક અને ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ કરો

વિશ્વ પર કોરોના  નામનું ગ્રહણ લાગ્યુ છે અને લોકડાઉન સિવાય કોઈ ઉપાય નથી ત્યારે ભારતમાં 15 એપ્રિલે લોકડાઉન ખુલશે કે નહિ તેની અટકળો છવાય છે. જો કે પીએમ મોદીની બેઠકો અને નેતાઓના નિવેદન પરથી કહી શકાય કે આશિંક લોકડાઉન ખુલી શકે. હાલમાં જથયેલી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ અર્થતંત્રને બુસ્ટ કરવા એક્શન પ્લાન બનાવ્યો.

 

ટોપ લેવલના 10 ક્ષેત્રને ટારગેટ કરો

10 એવા ક્ષેત્રોની લિસ્ટ બનાવવા કહ્યું જેના પર લોકડાઉન બાદ ફોકસ કરવામાં આવશે. COVID-19ના કારણે ચાલી રહેલા લોકડાઉન બાદ સરકાર આ ક્ષેત્રો પર સૌથી પહેલા ધ્યાન આપશે. વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરતા પીએમ મોદીએ મંત્રાલયોને એક બિઝનેસ કન્ટિન્યૂટિ પ્લાન(Business Continuity Plan) બનાવવા કહ્યું.

મેક ઈન ઈન્ડિયાને કરો પ્રમોટ –

આ સાથે તેમને દરેક વિભાગોને કહ્યું કે તેઓ એક ઇન્ડેક્સ પણ તૈયાર કરે કે કેવી રીતે તેમના કામથી ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોમોટ કરી શકાશે. મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદીએ કહ્યું કે બીજા દેશો પર પોતાની નિર્ભરતાને ઓછી કરવાની જરૂર છે. સૌથી પહેલા ધીરે-ધીરે એવા ડિપાર્ટમેન્ટ્સ પર ફોક્સ કરવામાં આવશે. જે કોવિદ 19 માટે હોટસ્પોટ્સ નથી. પીએમએ કહ્યું કે આ સંકટથી આપણે તક મળી છે. કે આપણે મેડિકલ સેક્ટરમાં આત્મનિર્ભર બની શકીએ.

ઉત્પાદન અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો

ઉપરાંત પીએમ મોદીએ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ સેક્ટરને પ્રોત્સાહન મળે તે માટે યોગ્ય પગલા ભરવા મંત્રીઓને કહ્યું. આ સાથે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આ જરૂરી છે કે બધા લીડર્સ, રાજ્યો અને જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં રહે અને કોરોના વાયરસ હોટસ્પોટ વાળા રાજ્યો અને જિલ્લા પ્રશાસન પર વિશેષ ધ્યાન આપે.

કાળા બજારી પર રોક અને ફરિયાદનું નિરાકરણ

આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે આ સુનિશ્ચિત કરવામાં આવે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ(PDS) સેન્ટર્સ પર ભીડ જમા ન થાય અને સારી રીતે આની મોનેટરિંગ કરવામાં આવે. લોકોથી ફરિયાદ મળતા તરત જ એક્શન લેવામાં આવે અને જરૂરી વસ્તુઓની કાળાબજારી પર રોક લગાવવામાં આવે. પીએમ મોદીએ કહ્યું કે લોકડાઉન સમાપ્ત થયા બાદ અર્થવ્યવસ્થાને સ્થિર કરવા યુદ્ધ સ્તરે કામ કરવું પડશે.

Leave a Response

error: Content is protected !!