જાણવા જેવુરાજનીતિ

ક્યાં એવોર્ડ સમારોહમાં પ્રધાન અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યાં હતાં ?

109views

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ એવોર્ડ સમારોહમાં ભારત સરકારના પ્રધાન અનુરાગ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

અનુરાગ ઠાકુર કહ્યું કે, કાશ્મીરના યુવાઓ પણ સ્ટાર્ટઅપમાં જોડાય તેવા પ્રયાસ થશે અને ગુજરાત યુનિવર્સિટીના વખાણ કરતાં કહ્યું કે તેઓ દેશને નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા રત્નો આપ્યા છે. આ બંને નેતાઓ કંઈ પણ કરે તો પાકિસ્તાનમાં હડકંપ થાય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહએ સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવાનું કામ કર્યુ છે.

દેશની આર્થિક સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હવે દુનિયાભરની આંખો ગુજરાત પર છે અને દેશની અર્થ વ્યવસ્થા મજબૂત બનાવવાનો નરેન્દ્ર મોદીએ ટાર્ગેટ આપ્યો છે.

Leave a Response

error: Content is protected !!