Corona Update

વિશ્વની સૌથી વધુ બીજા નંબરની વસ્તી ધરાવતા દેશમાં માત્ર 0.0009 % લોકો સંક્રમિત, ફરી WHOએ ખોબલે ખોબલે વખાણ કર્યા

2.11Kviews

પુરુ વિશ્વ જ્યારે કોરોના સંક્રમણ થી પ્રભાવિત છે ત્યારે ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી ની WHO દ્વારા લોકડાઉન ના પગલા ના લીધે પ્રશંસા થઈ હતી ત્યારે એક ભારત પોઝીટીવ દ્વારા દેશ ની વસ્તી સામે સંક્રમિત થયેલા લોકો અને કોરોનાથી મૃત્યુ પામેલા લોકો નો એક સર્વે કરવામા આવ્યો.

આ સર્વે મુજબ સ્પેનમાં કુલ વસ્તીના 0.39% લોકો કોરોના ગ્રસ્ત બન્યા છે સાથે સાથે મૃત્યુ નો રેશીયો 10.41% જેવો છે એટલેકે દર 10 વ્યક્તિએ 1 વ્યક્તિ મૃત્યુ પામે છે.

આજ રીત વિશ્વમાં હેલ્થકેર ની અગ્રીમ હરોળમાં રહેતા ઈટાલીમાં 0.27% લોકો સંક્રમિત થયા છે તો સાથે સાથે દર 7 વ્યક્તિએ 1 વ્યક્તિ મૃત્યુ પામે છે.

આજ રીતે ફ્રાન્સમાં સંક્રમણ રેશીયો 0.23% તથા મૃત્યુ રેશીયો 11.61%, યુએસએ માં 0.19% તથા 4.43%, જર્મનીમાં 0.16% અને 2.82% , યુકે મા 0.15% અને 13.07% ઈરાનમા 0.09% અને 6.25% તથા ચાઈનામાં 0.006% અને અંદાજે 4.05% રહેવા પામ્યો છે.

આ સર્વે થી વિપરીત લોક ડાઉન ની અવધિમાં વધારો, કોરોના ની ચેઈન તોડવા કરફ્યુ જેવા કડક પગલા, જરુરી સામાન ની ધર આંગણે જ ડીલીવરી જેવા સેફ્ટી પેરામીટર ના લીધે ભારત મા કોરોના સંક્રમણ નો રેશીયો 0.0009% અને મૃત્યુ રેશીયો 3.40% રહેવા પામ્યો છે, વિશ્વ ની આટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં સંક્રમણ ની ચેઈન તોડવા ના પ્રયાસો ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ખુબજ વખાણ થયા જ છે સાથે સાથે નાગરીકો ઉપર તોળાતા મોટી સંખ્યામા મૃત્યુ નો ભય પણ ઘટવા પામ્યો છે.

 

  • 16 એપ્રિલના આંકડાનો રિસર્ચ રિપોર્ટ છે. સોર્સ – ભારત પોઝિટિવ

Leave a Response

error: Content is protected !!