Corona Update

WHOએ ફેસ માસ્કની ગાઈડલાઈનમાં કર્યો બદલાવ, જાણો શું આપી નવી સલાહ ?

4.08Kviews

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફેસ માસ્ક ને લઈને તેની સલાહમાં બદલાવ કર્યો છે અને કહ્યું છે કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવામાં મદદ માટે જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવો જોઈએ.

WHOએ કહ્યું કે નવી માહિતી અનુસાર ફેસ માસ્ક કોરોના વાઇરસના સંભવિત ચેપી કણોને રોકવાનું કામ કરી શકે છે.

  • કેટલાક દેશોએ અગાઉથી જ જાહેર સ્થળો પર ચહેરા પર માસ્ક લગાવવાની ભલામણ લોકોને કરી છે.
  • WHOએ અગાઉ એવો તર્ક આપ્યો હતો કે એવા કોઇ પુરાવા નથી જે સાબિત કરે કે તંદુરસ્ત લોકોએ માસ્ક પહેરવો જોઈએ.
  • WHOના કોવિડ-19 વિશેના અગ્રણી ટેકનિકલ નિષ્ણાત ડૉ. મારિયા વૅન કેરખોવે સમાચાર સંસ્થા રોઇટર્સને કહ્યું કે, રોગના સંક્રમણના જોખમવાળી જગ્યા ઉપર કપડાંનું માસ્ક જે નૉન-મેડિકલ માસ્ક છે તે પહેરવા લોકોને આ ભલામણ છે.

તેમણે ઉમેર્યું કે અમે બધા દેશોની સરકારોને પણ સલાહ આપી રહ્યા છીએ કે તેઓ તેમને ત્યાં લોકોને માસ્કના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરે.

જોકે, સાથે જ WHOએ એ વાત પર ભાર મૂક્યો છે કે, ફેસ માસ્ક સંક્રમણના જોખમને ઘટાડવા માટે ઉપયોગમાં લઈ શકાતા અનેક સાધનોમાંનું એક સાધન માત્ર છે અને એને લઈને લોકોએ રોગ સામે સુરક્ષિત હોવાની ખોટી ધારણા બાંધવી જોઈએ નહીં.

Leave a Response

error: Content is protected !!