જાણવા જેવુ

ગુજરાતના આરોગ્યની ચિંતા કરતા જયંતિ રવિને તમે ઓળખો છો ? ઓફિસ નહિ ફિલ્ડના અધિકારી, ગાયક,લેખક અને વક્તા પણ છે.

3.79Kviews
 • ઓફીસ કરતા ફિલ્ડમાં વધુ એક્ટિવ એવા ડૉ. જયંતિ રવિ
 • ડૉ.જયંતિ રવિ નોન ગુજરાતી છે છતાં પણ સ્પષ્ટ ગુજરાતી બોલે છે
 • તેઓ ન્યૂક્લિયર ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ઈ ગવર્નન્સમાં PH.D
 • ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ સમયે તેઓ ગોધરાના કલેક્ટર હતા,
 • શિક્ષણ ક્ષેત્રે પણ ડૉ.જયંતિ રવિએ ખૂબ જ ફેરફારો કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક નિર્ણયો લીધા હતા.
 • શાસ્ત્રીય સંગીતના મહારથી.. જેમના અવાજમાં એક અનોખો જાદુ 
 • યોગા અને સાઈકલિંગ દ્વારા હેલ્ધી લાઈફ સ્ટાઈલ

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતની સાડા છ કરોડની જનતાની આરોગ્યની ચિંતા કરવાની સૌથી મોટી જવાબદારી જેના ઉપર છે તેવા આરોગ્ય અગ્ર સચિવ અને ક્લાસિકલ સિંગર ડૉ. જયંતિ રવિને છેલ્લા મહિનામાં આખું ગુજરાત ઓળખવા લાગ્યું છે. આરોગ્યની રોજની અપડેટ અને ખોટી અફવાઓને દૂર કરી એકદમ સચોટ માહિતી પુરી પાડી રહ્યાં છે. માત્ર એટલું જ નહીં તેઓ સતત કોરોનાના દર્દીઓ અને તેની ટ્રાવેલ હિસ્ટ્રી, સેમ્પલ ટેસ્ટિંગ અને હોમક્વોરેન્ટાઈન જેવી અતિ મહત્વપૂર્ણ બાબતો પર સતત નજર રાખી રહ્યાં છે.

 • શિક્ષણના વિકાસ-સુધારણાના ચેમ્પિયન

ડૉ.જયંતિ રવિ નોન ગુજરાતી છે છતાં પણ સ્પષ્ટ ગુજરાતી બોલે છે. 1991ની બેચના IAS અધિકારી છે અને તેઓ ન્યૂક્લિયર ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ઈ ગવર્નન્સમાં PH.D છે. જે તેઓએ મદ્રાસથી મેળવી છે.  એકદમ સાદગીમાં રહેતા ‘રવિ’ કામની બાબતે પણ એકદમ કડક છે. તેઓ ગુજરાતમાં એક ઉચ્ચ અધિકારી તરીકે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા આવ્યા છે, ખાસ કરીને શિક્ષણ, ગ્રામવિકાસ અને આરોગ્યમાં તો તેમની કામગીરીની પ્રશંસા થઈ છે. પીએમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન સમયે તેઓ ગુજરાતમાં ગ્રામ વિકાસ કમિશનર હતાં અને રાજ્યમાં સફાઈ અને શૌચાલય અભિયાનમાં તેમની કામગીરીને કારણે કેન્દ્ર સરકારે તેમને ‘CHAMPION’નું બિરુદ આપ્યું હતું.

 • ફિલ્ડમાં અધિકારી નહીં પણ ‘ કોમન વુમન’

ડૉ.જયંતિ રવિની કામ કરવાની પધ્ધતિ અંગે વાત કરીએ તો તેઓ પોતાના કામકાજના કલાકો દરમિયાન ઓફીસમાં ઓછા પણ ફિલ્ડમાં વધુ હોય છે. તેઓ ફિલ્ડમાં એક અધિકારી નહીં લોકો સાથે ‘કોમન વુમન’ બની જાય છે. ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ સમયે તેઓ ગોધરાના કલેક્ટર હતા, તે સમયે તેમણે પોતાની કુનેહથી પરિસ્થિતિને સંભાળી લીધી હતી. શિક્ષણ ક્ષેત્રે પણ ડૉ.જયંતિ રવિએ ખૂબ જ ફેરફારો કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક નિર્ણયો લીધા હતા.

 • શાસ્ત્રીય સંગીતના મહારથી.. જેમના અવાજમાં એક અનોખો જાદુ 

ઘણા ઓછા લોકોને ખબર હશે કે જયંતિ રવિ શાસ્ત્રીય સંગીતમાં પણ આગળ પડતા છે. તેઓએ અનેક કાર્યક્રમમાં  પોતાના અવાજથી મંત્રમુગ્ધ કર્યા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળે છે. બહારથી સોમ્ય લાગતું વ્યગતિત્વ આટલું કલાત્મક હશે કોને ખબર હતી.

 • યોગા અને સાઈકલિંગ દ્વારા હેલ્ધી લાઈફ સ્ટાઈલ

ડૉ.જયંતિ રવિ હંમેશા સાદી સાડીમાં જ જોવા મળે છે. તેમજ સરકારી ગાડી કરતાં સાઈકલ પર ઓફીસ જતા હતા, ગુજરાતની જનતાની સાથે પોતાના આરોગ્ય પ્રત્યે પણ એટલા જ સજાગ રહે છે. યોગાથી લઈને સાઈકલિંગ અને પોતાના શોખ માટે પણ વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢે છે.

 • જયંતિ રવિ એક લેખક, વિચારક અને વક્તા 

તેમને  સ્વછતા પર એક  પુસ્તક લખેલું છે.. આ પુસ્તરકમાં સ્વચ્છ ભારત અને શૌચાલય અભિયાનની વાત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા જયંતિ રવિ

Twitter twitter.com/jayantiravi/
Facebook facebook.com/jayanti.ravi
Instagram instagram.com/p/Bjp3_u1jjMc/

RESEARCH BY : KHUSHALI BARAI 

Leave a Response

error: Content is protected !!