રાજનીતિ

હિજબુલ મુજ્જાઈદ્દીનનો આકા રિયાઝ સહિત અનેક આતંકીઓનો ખાત્મો, ત્રણ દિવસથી કાશ્મીરમાં એન્કાઉન્ટર ચાલુ

897views
  •   કાશ્મીરમાં સેનાને મળી સૌથી મોટી સફળતા 
  • પુલવામામાં નાયકૂના ગામ બેઘપોરામાં એક એન્કાઉન્ટર દરમિયાન નાયકૂ ઠાર
  • ત્રણ દિવસથી કાશ્મીરમાં સતત ચાલી રહ્યા છે એન્કાઉન્ટર
  • પુલવામામાં બુધવારે એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા
  • જિલ્લાના શરસાલી ગામમાં પહેલો આતંકી સવારે અને બીજો આતંકી બપોરે ઠાર મરાયો

 

કાશ્મીરમાં આતંકવાદના ટોપ કમાંડર રિયાઝ નાયકૂને સુરક્ષાબળોએ બુધવારે ઠાર માર્યો છે. પુલવામામાં નાયકૂના ગામ બેઘપોરામાં એક એન્કાઉન્ટર દરમિયાન નાયકૂ ઠાર થયો હતો. મંગળવારે તેના ઘરની બહાર ઘેરાબંધી કરાઈ હતી, જ્યાં નાયકૂના છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. જો કે, શરૂઆતમાં ઘેરાબંધી કરવા પર કોઈ પણ પ્રકારનું ફાયરિંગ નહોતું કરાયું. તેમ છતા સુરક્ષા બળોએ ઘેરાબંધી હટાવી ન હતી અને ઓપરેશન આખો દિવસ ચાલ્યું હતું.

કેવી રીતે થયુ એન્કાઉન્ટર ?

બુધવારે સવારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. નાયકૂ પહેલા ઘરની છત પર બનેલા એક ઠેકાણે સંતાયો હતો. પછી તે સુરક્ષાબળો પર ફાયરિંગ કરતો કરતો નીચે ઉતર્યો હતો.અધિકારીઓએ બુધવારે સવારે જણાવ્યું કે,પુલવામા જિલ્લામાં મંગળવાર રાતથી જ બે ઓપરેશન ચલાવાઈ રહ્યા છે. સુરક્ષાબળોના વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી રિયાઝ નાયકૂ સંતાયો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ તેને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. નાયકૂ પણ ઠાર મરાયો છે.

કોણ છે રિયાઝ નાયકુ ?

. રિયાઝ નાયકૂ કાશ્મીરમાં સૌથી વધારે સમય સુધી સક્રિય રહેનારો આતંકી હતો. તે હિઝબુલ મુઝાહિદ્દીન માટે કામ કરતો હતો. તેને મોસ્ટ વોન્ટેડ આતંકીઓની A++ કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. તેની પર 12 લાખ રૂપિયાનું ઈનામ પણ હતું.સેનાએ 2 વર્ષમાં મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હિઝબુલ આતંકી રિયાઝને અવંતીપોરમાં ઘેરી લીધો છે. રિયાઝ કાશ્મીરમાં હિઝબુલ કમાંડર છે અને પુલવામાનો રહેવાસી છે. સબ્જાર બટના એન્કાઉન્ટર બાદ તે હિઝબુલ કમાંડર બન્યો હતો. તે ટેક્નોલોજીનો જાણકાર છે. 2018માં સેનાએ 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ બનાવ્યું હતું. . તે ટીચરમાંથી આતંકી બન્યો છે,.

બીજા બે આતંકીનો પણ ખાત્મો 

જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા છે. જિલ્લાના શરસાલી ગામમાં પહેલો આતંકી સવારે અને બીજો આતંકી બપોરે ઠાર મરાયો છે. આતંકી કયા જૂથનો છે તેની હાલ કોઈ ભાળ મળી નથી.

 

Leave a Response

error: Content is protected !!