રાજનીતિ

50 અધિકારીઓના તકતા સાથે પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને પટરી પર લાવવા કરી આ તૈયારી

256views

કોરોનાના કહેરથી વિશ્વનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે એમાં ભારત પણ આ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું છે પણ ભારતના વડાપ્રધાન પીએમ મોદીએ બીડું ઝડપ્યું છે કે ભારતનું અર્થતંત્ર પછી ધમધમતું થાય એ માટે નાણાં મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયોનાં ટોપ-50 અધિકારીઓ સાથે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિને જોતા ભવિષ્યની રણનીતિ પર મંતવ્યો માંગી રહ્યા છે. આ માટે પીએમ મોદીએ અધિકારીઓની સાથે વિડીયો કૉન્ફરન્સ દ્વારા દોઢ કલાક સુધી વાતચીત કરી.

મોદી સરકારે મે મહિનામાં 20.97 લાખ કરોડ રૂપિયાનાં કોરોના પેકેજની જાહેરાત કરી હતી જે મહામારીને પહોંચી વળવા માટે દુનિયાભરની સરકારો દ્વારા જાહેર મોટા પેકેજમાં છે.

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, સરકાર ભારતીય અર્થવ્યવસ્થા પર કોવિડ-19ની અસરનું અવલોકન કરી રહી છે. તેમણે પેકેજની વિસ્તૃત જાણકારી આપતા કહ્યું હતુ કે જરૂરિયાત પડી તો આગળ વધારે પગલાં ઉઠાવવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!