વિકાસની વાત

“કાં તો મારી દીકરીનો વાન બદલી નાખ, કાં આ જગતનું ઈમાન બદલી નાખ…!”

172views

સ્ત્રીઓની સલામતી ઘર અથવા ઘરની બહાર અથવા કામ કરતા સ્થળે ઘણું મહત્વ ધરાવે છે. સ્ત્રીઓ સામે કેટલાક ગુનાઓ, ખાસ કરીને બળાત્કારના, છેડતીનાં કેસો ખૂબ ચિંતા જનક રીતે વધતાં જાય છે! આવા ગુનાઓને લીધે, ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓની સલામતી એક શંકાસ્પદ વિષય બની ગઈ છે.
સ્ત્રીઓ સામેના સૌથી સામાન્ય ગુનાઓમાં બળાત્કાર, દહેજ મૃત્યુ, ઘરે અથવા કામના સ્થળે જાતીય સતામણી, અપહરણ, પતિ, સબંધીઓ, મહિલા પર હુમલો અને છેડતી છે.
આમ તો ગુજરાત સ્ત્રીઓ માટે સલામત માનવામાં આવે છે, પરંતુ આંકડાઓ એક જ અલગ વાર્તા કહે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તાજેતરમાં રજૂ કરાયેલા ડેટામાં, મહિલા સલામતીની વાત આવે ત્યારે ગુજરાત 16 મા ક્રમે છે. રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ગુજરાત 2014-16ની વચ્ચે મહિલાઓ સામે અમદાવાદ સાથે 13 મી અને સુરત 16 મી સ્થાને મહિલાઓ વિરુદ્ધ ગુનામાં 27 મા ક્રમે છે. મોટી સંખ્યામાં બળાત્કારના કેસ નોંધાયા હોવાના કારણે એનસીઆરબીના અહેવાલો અનુસાર 2016 માં રાજ્ય 16 મું સ્થાન મેળવ્યું હતું.
એટલું જ નહીં, અમદાવાદમાં તો ઘરેલુ હિંસાના કિસ્સામાં ગુજરાતમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે અને શહેરમાંથી મહત્તમ સંખ્યામાં કેસ નોંધાયા છે. જો નંબરો માનવામાં આવે તો, ગુજરાતમાં 2015 માં મહિલાઓ વિરુદ્ધ ઘરેલું હિંસાના કુલ 71,000 કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદથી ફક્ત 13,500 લોકો જ હતા!
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં મહિલાઓ સામે ગુનાઓનું પ્રમાણમાં વધી ગયુ છે. આંકડાઓ અનુસાર, મહિલા હેલ્પ લાઈન પર છેલ્લા ત્રણ વર્ષોમાં અધધ ૪ લાખથી વધુ ફોન કોલ્સ નોંધાયા છે!!! રાજ્યની લગભગ 80% મહિલાઓને તેમની સલામતી બાબતે ડર છે. પછી એ સલામતી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હોય કે વર્ક પ્લેસ પર, સ્કુલ-કૉલેજમાં હોય કે ખુદ પોતાનાં જ ઘરમાં…! જી હા, સ્ત્રીઓની માત્ર રાત કે સાંજે જ નહીં પરંતુ તેમના ઘરે, કામ કરવાની જગ્યાઓ અથવા શેરી, ક્લબ વગેરે જેવા અન્ય સ્થળો પર પણ પજવણી કરવામાં આવે છે. મહિલા સલામતીની આ સમસ્યાને સમજવા અને ઉકેલવાની તાત્કાલિક જરૂર છે, જેથી તેઓ તેમના પોતાના દેશ માટે, પોતાનાં પરિવાર માટે, પોતાનાં સપનાઓ પુરા કરવા માટે કંઇક કરી શકે.
આમ જોઈએ તો આપણા સમાજમાં સ્ત્રી ને દેવી લક્ષ્મીનું સ્થાન આપવામાં આવે છે, જો કે આપણે એ દેવીનું સન્માન જાળવવામાં નિષ્ફળ ગયા છીએ! દરરોજ અને દર મિનિટે આપણામાંની જ કેટલીય સ્ત્રીઓ કે છોકરીઓ જુદા જુદા સ્થળોએ પજવણી, અપમાન, હુમલો અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓનો શિકાર બની રહી છે. શેરીઓ, જાહેર જગ્યાઓ, જાહેર પરિવહન વગેરે જેવા વિસ્તારો મહિલા શિકારીઓનું ક્ષેત્ર છે. ઉપરાંત હવે તો શેરીઓમાં એસિડ એટેકનાં બનાવો પણ છાશવારે બનતાં સાંભળવા મળે છે.
ગ્રામીણ વિસ્તારોમાં, હજી પણ પતિ તથા સાસરી પક્ષના લોકો દ્વારા દહેજ માટે દહન, અને ઘણાં કિસ્સાઓમાં પીડિત પરિવારના સભ્ય દ્વારા બળાત્કાર કરવામાં આવે છે. સ્ત્રીઓ રાજ્યની લગભગ અડધી વસ્તીને આવરી લે છે જેથી તેઓ સમાજના વિકાસમાં ભાગીદાર બની શકે છે. આપણે 21 મી સદીમાં એક અદ્યતન યુગમાં ચાલી રહ્યા છીએ, જો કે ગાંધી અને સરદારનાં આ ગુજરાતમાં સ્ત્રીની સલામતી વિશે વાત કરવી શરમજનક છે.
મહિલા સલામતી એ એક મોટી સામાજિક સમસ્યા છે. જે આપણા સૌની જવાબદારી છે. આપણે આપણો સમાજ રહેવા લાયક ન બનાવી શકીએ? આપણે આપણી દીકરીઓને સુરક્ષિત ન રાખી શકીએ? તો પછી “બેટી બચાવો”ની ઝુંબેશનો શો અર્થ જો એ આ દુનિયામાં આવ્યા પછી સેઈફ જ ન રહેવાની હોય તો? “ફર્સ્ટ સેઈફ ગર્લ્સ, ધેન સેવ ગર્લ્સ”

શિર્ષક – ભાવેશ ભટ્ટ

લેખક – સુરભી બારાઈ

Leave a Response

error: Content is protected !!