રાજનીતિ

જેલમાં મહિલાઓની સ્વચ્છતા – સ્વસ્થતા માટે મુકાયું ‘વેન્ડીંગ મશીન’ તથા ‘ઇન્સીનેટર મશીન’

94views

મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મહિલાઓને શારીરિક માનસિક યાતના ન ભોગવવી પડે તે માટે  નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સાબરમતી મહિલા જેલમાં મહિલાઓ માટે સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરતા ‘વેન્ડીંગ મશીન’ તથા ડિસ્પોઝલ માટે ‘ઇન્સીનેટર મશીન’ મુકવામાં આવ્યું છે. આ મોડ્યુલ પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

 સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ. આર. શાહ, વિક્રમનાથ ચીફ જસ્ટીસ: ગુજરાત હાઇકોર્ટ ઉપસ્થિત મહેમાનો જણાવ્યું હતું કે સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરતા મશીનએ  મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે અનુકરણીય પગલું – લીગલ સર્વિસ ક્લિનિક તથા પ્રિઝનર્સ ઇન્ફોર્મેશન મોડ્યુલ બંદીવાનો માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે. “મહિલા કેદીઓની સ્વચ્છતા – સ્વસ્થતા માટે આ નવતર અભિગમ પ્રસંશનીય છે.” 

 

 

Leave a Response

error: Content is protected !!