Corona Update

અમદાવાદમાં એક અફવા પર શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, કોણ ફેલાવી રહ્યુ છે ખોટી અફવા ?

761views

વતન જવાને લઈ હવે શ્રમિકોમાં ધીરજ ખૂટી ગઈ છે. અને એક નાનકડી અફવાને લઈને પણ શ્રમિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાજકોટ બાદ હવે આજે અમદાવાદના IIM રોડ પર શ્રમિકોનો હોબાળો સામે આવી રહ્યો છે. આજે અમદાવાદના IIM રોડ પર પરપ્રાંતિય શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે શ્રમિકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે સ્થિતિને પહોંચી વળવા માટે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે વતનમાં જવાની માંગ સાથે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ ચાલું કરી દીધું છે.

  • હવે સવાલ એ છે કોણ ગુજરાતની શાંતિની પાછળ હાથ ધોયને પડ્યુ છે ?
  • કોણ છે જે આવી અફવાઓ ફેલાવી ગુજરાતમાં અફરા તફરી ઉભી કરે છે?

વતન જવાને જીદને લઈને હવે શ્રમિકોએ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે, ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને પોલીસે 4 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિન્ગ શરૂ કર્યું છે. ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ, ઝોન 1 સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી છે.

આજે શ્રમિકોના ટોળાએ IIM રોડ પર આવી ગયા હતા. પોલીસે તમામને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યા હતા જેથી શ્રમિકોનું ટોળું વિખેરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સપાસમાં કન્સ્ટ્રક્શન સાઈટમાં રહેતા મજૂરોની ઓરડીમાં પોલીસે કોમ્બિન્ગ શરૂ કરી 30થી વધુ પરપ્રતિયોની અટકાયત કરી છે. હાલમાં આખા વિસ્તારમાં રહેલા તમામ શ્રમિકોને પોલીસ ઉઠાવી પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે.

Leave a Response

error: Content is protected !!