રાજનીતિ

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળે રૂ.10 કરોડના ખર્ચે થનાર તળાવ બ્યૂટિફિકેશનના કામોનું રૂપાણી દ્વારા ખાતમહૂર્ત

99views

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ છે એવા પાદરા તાલુકાના ચાણસદ ગામના શ્રદ્ધા તીર્થ ચાણસદ ગામે બહુવિધ વિકાસ આયોજનોના અમલિકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામો અને પ્રવાસનના વિકાસમાં દેશમાં દીવાદાંડી બનશે. ચાણસદ અને વડતાલનો પવિત્ર યાત્રાધામોના વિકાસ આયોજનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ ચાણસદને વિશ્વના નકશામાં મુકવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

 

મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારના રોજ વડોદરા જિલ્લાના ચાણસદમાં વિવિધ પ્રવાસી-યાત્રી સુવિધા વિકાસના કામોનો ખાતમહૂર્ત કર્યું હતું. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના વડા વિશ્વ વંદનીય સ્વ.પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદમાં પ્રાસાદિક ગામ તળાવનું રૂ. 10 કરોડના ખર્ચે બ્યૂટિફિકેશનના કામો પ્રવાસન વિભાગ ધરવાનો છે.આ સમારોહમાં ઇશ્વરચરણ સ્વામી અને ડૉ. બ્રહ્મવિહારી સ્વામી સહિત બી.એ.પી.એસ. સંતગણ અને અનુયાયીઓ, આમંત્રિતો ગ્રામજનો પણ સહભાગી થયા હતા.

 

 

Leave a Response

error: Content is protected !!