વિકાસની વાત

હાર્દિક પંડ્યાને લઈને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

166views

આઈસીસી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ બુધવારે રમાશે. સાઉથહેમ્પટનમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. ત્યારે હાર્દિક પંડ્યાને લઈને ઓસ્ટ્રેલિયાના મહાન બોલર્સ ગ્લેન મૈકગ્રાએ મોટું નિવેદન આપ્યું છે. સોમવારે તેમને નિવેદન આપતા જણાવ્યું કે, અત્યારે આઈસીસી વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારત માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે જેવી વર્ષ 2011ની સીરીઝમાં યુવરાજ સિંહે નિભાવી હતી.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2011માં યુવરાજે બોલ અને બેટ્સ બંનેથી શાનદાર પ્રર્દશન કર્યુ હતું જેના લીધે ભારત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું અને તે ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝ રહ્યો હતો.

મૈકગ્રાએ આગળ જણાવ્યું કે, વર્ષ 2011માં યુવરાજ સિંહએ સફળતાપૂર્વક ફિનિશરની ભૂમિકા નિભાવી હતી તેવી જ રીતે પંડ્યા પણ શાનદાર પ્રર્દશન કરીને તેવી જ ભૂમિકા નિભાવી શકે છે. તેમજ દિનેશ કાર્તિક પણ એક સારો ફિનિશર છે. તેમજ ભારત પાસે એક સારી ટીમ છે જે સાંરુ પ્રર્દશન કરી શકે છે.

તે સિવાય તેમને ફાસ્ટ બોલર્સ વિશે જણાવતા કહ્યું કે, જસપ્રીત બુમરાહ વનડે ક્રિકેટનો બેસ્ટ બોલર્સ છે. તેથી તે છેલ્લી ઓવરમાં વધારે સારી બોલિંગ કરે છે.ભારત પાસે એક મજબૂત ટીમ છે જે વર્લ્ડ કપમાં જોરદાર પ્રર્દશન કરી શકે છે. હવે જોવાનું રહ્યું કે ઈંગ્લેન્ડની સામે ઈન્ડિયન ટીમ કેવું પ્રર્દશન કરે છે.

તમને જણાવી દઈએ કે, પંડ્યાએ તાજેતરમાં આઈપીએલ મેચની સીરીઝમાં શાનદાર પ્રર્દશન કર્યું હતું. તેમણે બોલ અને બેટ્સ બંનેથી વિરોધીઓમાં ડર ઉભો કરવામાં સફળતા મેળવી હતી. તેથી પંડ્યાનો આ જ ફોર્મ જો વર્લ્ડ કપમાં જોવા મળશે તો મૈકગ્રાએ આપેલું નિવેદન સાચું સાબિત થઈ શકે છે અને તે સીરીઝનો સૌથી મોટો ખેલાડી બની શકે છે.

Leave a Response

error: Content is protected !!