વિકાસની વાત

World Cup 2019: ભારતે ટોસ જીત્યો, વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

128views

લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડ પર આજે ભારતીય ટીમ 5 વખતની વિશ્વ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. માનવામાં આવી રહ્યું છે કે અહીં હવામાન ક્રિકેટ માટે અનુકૂળ રહેશે, પરંતુ બપોરે છુટો-છવાયો વરસાદ થઈ શકે છે. વિશ્વ કપ-2019માં અત્યાર સુધી ઓવલના મેદાન પર રમાયેલી મેચોમાં બીજી ઈનિંગમાં બેટિંગ કરવી આસાન રહી નથી, આ કારણે ટોસનું મહત્વ ઘણું વધી જશે. લાંબી સ્ક્વાયર બાઉન્ડ્રીને કારણે સ્પિન બોલરોની ભૂમિકા મહત્વની રહેશે.

આ મેચને વર્લ્ડ કપમાં સૌથી મોટા મુકાબલામાંથી એક માનવામાં આવે છે. બંને ટીમો આ વખતે ટાઇટલ માટે પ્રબળ દાવેદાર છે. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

આ વર્લ્ડ કપનીપહેલી મેચમાં ભારતીય બોલર્સે દમદાર પ્રદર્શન કર્યું હતું. શરૂઆતમાં જસપ્રીત બુમરાહે વિકેટ લીધી હતી તો ભુવનેશ્વરે રન રોકયા હતા. ત્યારબાદ લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે પોતાની ફિરકીનો કમાલ દેખાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે ભારતીય બોલર્સ ચિંતાનું કારણ રહેશે. જો કે માર્ચમાં ઓસ્ટ્રેલિયામાં ભારતને તેના જ ઘરમાં માત આપી હતી.

 

આ મેચને વર્લ્ડ કપમાં સૌથી મોટા મુકાબલામાંથી એક માનવામાં આવે છે. બંને ટીમો આ વખતે ટાઇટલ માટે પ્રબળ દાવેદાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં 11 વખત ટકરાયા છે. જેમાં 3 વખત ભારતનો વિજય થયો છે, જ્યારે 8 મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. ઓવરઓલ વન-ડેની વાત કરવામાં આવે તો અત્યાર સુધી બંને વચ્ચે 136 વન-ડે રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો 77 મેચમાં વિજય થયો છે. ટીમ ઇન્ડિયાએ ફક્ત 49 મેચમા જીત મેળવી છે.

5 વખતની વિશ્વ ચેમ્પિયન છે ઓસ્ટ્રેલિયા
વિશ્વકપમાં બંન્ને ટીમો વચ્ચે 11 મેચ રમાઇ છે
11 મેચોમાં ટીમ ઈન્ડિયાને માત્ર 3 જીત મળી છે
ટોસ મહત્વનો, બીજી બેટિંગ કરવી બનશે મુશ્કેલ

પ્લેઇંગ ઈલેવન
ભારતઃ રોહિત શર્મા, શિખર ધનવ, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્ર્લિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, નાથન લાયન, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને એડમ ઝમ્પા.

આ મેદાન પર ભારત 15 મેચ રમ્યું છે તેમાંથી 5માં જીત અને 9મા હારનો સામનો કરવો પડ્યો. એક મેચનું પરિણામ આવ્યું નથી. જો કે 25000 ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં ઇન્ડિયન્સ ફેન્સ ટીમ ઇન્ડિયાનો હોંસલો વધારવા માટે મોટી સંખ્યામાં પહોંચશે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે 10 વખત હારનો સામનો કરવો પડ્યો છે તેમાં 8 વખત ઓસ્ટ્રેલિયાએ મુકાબલો જીત્યો છે.

Leave a Response

error: Content is protected !!