વિકાસની વાત

World Cup 2019 INDvsPAK: પાકિસ્તાન ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

157views

આઈસીસી વિશ્વ કપ 2019માં આજે મેન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને પાકિસ્તાનની મેચ શરૂ થઈ ગઈ છે. આ મુકાબલા પર સૌની નજરો છે અને આ મુકાબલો ખાસ એટલા માટે પણ છે કે ભારત અને પાકિસ્તાન આ મેચ પહેલા જ્યારે ટકરાયા હતા તે આઈસીસી ચેમ્પિયન ટ્રૉફીની ફાઇનલ 2017માં ભારતનો પરાજય થયો હતો.

પાકિસ્તાન વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત સામેના શક્ય બનેલા છ મુકાબલામાંથી એકમાં પણ જીત્યું નથી.ભારતની વર્તમાન ટીમ પણ આઇસીસી રેન્કિંગમાં તેમના દેખાવને જોતા બીજા સ્થાને છે. પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં બે મેચ હારી ચૂક્યું છે. અને એક મેચ જીત્યું છે.

જમ્મૂ-કાશ્મીરમાં બીએસએફના જવાનોમાં પણ મેચને લઈને ઉત્સાહ, જવાનોએ ટીમ ઈન્ડિયાને કર્યું ચીયર્સ

ભારત-પાક મુકાબલા પહેલા પિચ પર આવો નજારો જોવા મળી રહ્યો છે.

મહામુકાબલાને લઈને ટીમ ઈન્ડિયાના હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે, આ મેચ સાથે ઘણી ભાવનાઓ અને આશાઓ જોડાયેલી છે. ઘણું બધું આ મેચ સાથે જોડાયેલું છે.

તેમજ આ મેચમાં વરસાદની સંભાવના છે. આ પહેલા ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પણ વરસાદને કારણે રદ્દ થઈ હતી.વિશ્વ કપમાં 7મી વખત ભારત-પાકિસ્તાન ટકરાશે.અત્યાર સુધી રમાયેલી છ મેચોમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે.

ક્રિકેટ ગ્રાઉન્ડ પર સેલ્ફી લઈ રહેલ બે હસ્તિઓ એક સાથે જોવા મળી.

સ્ટેડિયમની બહાર ક્રિકેટ ચાહકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. માનચેસ્ટરમાં મહામુકાબલા માટે ક્રિકેટ ફેન્સ પહોંચવા લાગ્યા છે. તેનો ઉત્સાહ જોવા લાયક છે. બંન્ને દેશના ફેન્સ પોત-પોતાની ટીમની જીત માટે ચીયર્સ કરતા જોવા મળી રહ્યાં છે.

સ્ટેડિયમમાં ભારત અને પાક.ના એક સાથે ક્રિકેટના બે ચાહકો જોવા મળ્યા.

કાશીમાં પુજારી અને ક્રિક્રેટ પ્રેમીઓ ગંગા સ્નાન કરવા નદીમાં ઉતર્યા.

દેશભરમાં ટીમ ઈન્ડિયાની જીત માટે દુવાઓ

Leave a Response

error: Content is protected !!