જાણવા જેવુરાજનીતિ

21 જૂન વિશ્વ સંગીત દિવસ- આ બાળકે નાની ઉંમરમાં શાસ્ત્રીય સંગીતમાં નિપૂણતા હાંસલ કરી

93views

શાસ્ત્રીય સંગીત એક એવી કલા છે જેને હાંસલ કરવામાં વર્ષો વીતી જાય છે. અને તો પણ નિપૂણતા પામવા ઉંમરના દાયકાઓ પસાર થઈ જાય છે. પરંતુ અહીં એક એવો બાળક છે જેનો સ્વર નિપૂણ સિંગરોને ટક્કર મારે તેવો છે. તેના ભજન અને પ્રાર્થના સાંભળીને મનને એક શાંતિ પ્રાપ્ત થાય છે. આર્યા બાનિક નામનો આ બાળક તેની સિંગિંગ ટેલેન્ટથી લોકોનું દિલ જીતી લીધું છે.

આર્યા બાનિક (જન્મ 9 નવેમ્બર 2005) જે ચાર વર્ષની ઉંમરમાં પોતાની માતા અજુકતા સરકાર પાસેથી શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરી હતી. તેણે સાત વર્ષની ઉંમરમાં કોલકત્તામાં કૌશિક ગોસ્વામી પાસેથી ક્લાસિકલ સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.

18 જૂનથી પંડિત નિહાર રંજન બંદ્યોગઉપાધ્યાય કલકત્તાથી આર્યાએ તાલિમ લેવાનું શરૂ કર્યું. ત્યારથી તે 9 વર્ષની ઉંમરથી આકાશવાણી સિલીગુરીમાં રેડિયો પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે. તે સિવાય આર્યાને પ્લે બેક સંગતીનો અનુભવ પણ છે. અને તેણે મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ પ્રોજેક્ટ પણ કર્યા છે.

તેમજ લખનઉ સંગીત મિલિયન દ્વારા આયોજીત જુલાઈ 2018માં ક્લાસિકલ વોઈસ ઓફ ઈન્ડિયાનો વિનર રહી ચૂક્યો છે. અને તેણે ગુજરાતના વડોદરા, અને રાજકોટના સ્વામિનારાયણ મંદિર માટેના ભક્તિ ગીતોના ત્રણ આલ્બમ પણ કર્યા છે. 12જૂન 2019ના રોજ નવી દિલ્હી ખાતે તેણે રામકૃષ્ણ મીશન ખાતે પ્રફોર્મશ કર્યું હતું. અને 19 જાન્યુઆરીના સંગીત નાટક એકેડમીના સહયોગથી રોજ વિવેકાનંદની 126મી વર્ષગાંઠ નિમિતે શિકાગોમાં હાજરી આપી હતી.

26 ફેબ્રુઆરી 2019ના રોજ સુરેશ વાડકર દ્વારા પ્રસ્તુત માસ્ટર મેડન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉસ્તાદ ઝાકીર હુસૈન, શિવકુમાર શર્મા, જ્હોન માક્કઘલીન,સોનુ નિગમ, અનુપ જલોટા જેવા લોકપ્રિય ગાયક કલાકારો ઉપસ્થિત હતા.

 

 

Leave a Response

error: Content is protected !!