જાણવા જેવુ

8 જૂન વિશ્વ મહાસાગર દિવસઃ “આપણા મહાસાગર,આપણી જવાબદારી”

171views

8 જૂન 2009ના રોજ પહેલી વખત વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવ્યો હતો. તેના પછી દર વર્ષે 8 જૂનના દિવસે વિશ્વ મહાસાગર દિવસ મનાવામાં આવે છે. આ દિવસ વર્ષ 1992માં બ્રાઝિલના રિયો જી જનેરિયોમાં પૃથ્વી સંમેલન (Earth Summit), કેનેડા દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ આજ સુધી દર વર્ષે આ દિવસને,અનધિકૃત રીતે, વિશ્વ મહાસાગર દિવસ રૂપે મનાવવામાં આવતો  અને તેના પછી વર્ષ 2008માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ દિવસને સત્તાવાર રીતે મનાવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.

વિશ્વ મહાસાગર દિવસ મનાવવાનું મુખ્ય કારણ વિશ્વમાં મહાસાગરોનું મહત્વ અને તેમના કારણે આવનાર પડકારો અંગે લોકોમાં જાગૃતા ફેલાવાનું છે. તે સિવાય મહાસાગર સાથે જોડાયેલા ઘણા કારણો છે જેમ કે ખાદ્ય સુરક્ષા, જૈવ વિવિધતા, પર્યાવરણ સંતુલનસ, સામુદ્રિક સંસાધનો બીન જરૂરી ઉપયોગ, જળવાયુ પરિવર્તન વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

જો કે, મહાસાગરમાં પ્રદૂષણ એક બહુ મોટી સમસ્યા છે. પોલિથીન બેગ, પ્લાસ્ટિક વગેરેથી પ્રદૂષણ વધી રહ્યું છે. કેટલાંક દેશોમાં તો તેના માટે મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. કેમ કે, તે લોકો એ વાતથી જાણી ગયા છે કે આ અત્યારે પ્રદૂષણ બહુ વધી ગયું છે તેથી જો તેને અત્યારે નહીં રોકવામાં આવે તો ભવિષ્યમાં મનુષ્યના કારણે વિશ્વમાં અંધકાર ફેલાય જશે અને આવનાર પેઢીને આપવા માટે કંઈ નહીં હોય.

ઘણા મોટા દેશો છે જે સમજી ગયા છે કે હવે તેમને પોતાના દેશમાં કોઈ પણ પ્રકારના પ્રદૂષણ પર પ્રતિબંધ લગાવવા માટે મહત્વપૂર્ણ પગલા ભર્યા છે. આપણે પણ આવા પગલા લેવા જોઈએ. ભારતના કેટલાક મહાનગર સમુદ્ર કિનારે આવેલા છે. અહીં સમુદ્ર કિનારે પ્રદૂષણ વધારે છે. એવું પ્રદૂષણ છે કે જેના લીધે સમુદ્રનું પાણી પણ ઝેરી બની ગયું છે. શું મહાનગરોનું ગટરનું પાણી સમુદ્રમાં છોડવું યોગ્ય છે. આ અંગે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય તે જરૂરી છે. સમુદ્ર આપણને ભગવાને આપેલી અમુલ્ય ભેટ છે. પણ આજે મહાસાગરમાં પ્રદૂષણના કારણે અમૂલ્ય વસ્તુ દુનિયા માટે ઘાતક બની ગઈ છે. તેથી આજે આપણે બધાએ પ્રતિજ્ઞા કરવી જોઈએ કે સમુદ્ર કિનારોને પ્રદૂષણ મુક્ત બનાવીશું. અને સમુદ્રની કુદરતી સુંદરતાને નષ્ટ નહીં થવા દઈએ.

Leave a Response

error: Content is protected !!