જાણવા જેવુરાજનીતિ

દુનિયાનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ: ગુજરાતની ‘નવરાત્રી’

196views

ભારતએ તહેવારોના રંગોથી રંગાયેલો દેશ છે.એમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ અલગ તહેવારો પોતાની આગવી શૈલીથી ઉજવવામાં આવે ત્યારે ગુજરાત અને ગરબાએ એક બીજાના પર્યાય જ છે.

‘माँ दुर्गे, माँ अंबे, माँ जगदांबे, माँ भवानी, माँ शीतला, माँ वैष्णो, माँ चंडी, माता रानी मेरी

और आपकी मनोकामना पूरी करे। जय माता दी।’

હા,આજ ભાવનાઓ સાથે નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.ગરબા પર તો જાણે ગુજરાતનો કોપીરાઈટ છે એમ કહીયે તો પણ ખોટું નથી.નોરતા આવતા જ આબાલ-વૃધો બધાના હૈયા ઝુમી ઉઠે છે. ગુજરાતીઓના મન મોર બની થનગનવા લાગે છે.નવરાત્રિમાં યુવાધન તો જાણે હિલોળે ચડે છે.નવરાત્રીએ દુનિયાના સૌથી લાંબા નૃત્ય મહોત્સ ‘નવરાત્રી’ ને માનવામાં આવે છે.જેમાં સતત નવ નવ દિવસો સુધી હજારો લોકો માતાજીની ભક્તિ સાથે ગરબા રમે છે.

શક્તિના આરાધ્યની પવિત્ર ઉજવણી:


વર્ષોથી આસો મહિનામાં નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરી નાની નાની બાલિકાઓ માતાજીના ગરબા પર રાસ રમે એ પરંપરા રહી છે.અને આજે પણ યથાવત જ છે.આજે પણ શક્તિની આરાધના ખુબ ભક્તિભાવથી કરવામાં આવે છે. એ પછી ભલે કોઈ ગુજરાતી દેશમાં હોય કે વિદેશ આ તહેવારને ક્યારેય ભૂલતો નથી.

દીકરી અને બહેનો રાત્રે મોડે સુધી માણે છે ગરબાની મજા:


આજે દેશના અન્ય જગ્યાએ બહેનો-દીકરીઓને રાત્રે બહાર નીકળવું કઠિન હોય છે ત્યારે ગુજરાતમાં નવરાત્રીમાં મહિલાઓ મોડે સુધી ગરબા રમે છે.અને માંની આરાધના કરે છે.નવરાત્રીમાં ગુજરાતીઓના વસ્ત્રો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.ને આ તહેવારને માનવ દેશ-વિદેશથી લોકો ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા હોય છે.

નવરાત્રી વિઘ્નવિહીન બને  એ માટે સરકારી તંત્ર અને ખાસ કરીને પોલીસ તંત્ર એ ખડેપગે સેવાઓ બજાવે છે.હંમેશા પોલીસનું કાર્ય સરાહનીય અને મહેનતભર્યું જોવા મળે છે.એટલા જ માટે ગુજરાત એક શાંતિપ્રિય રાજ્યમાંનું એક છે.દરવર્ષની જેમ આ નવરાત્રીમાં પણ પોલીસે ખેલ્યા સારી રીતે રમી શકે એ માટે સઘળા પ્રયત્નો હાથ ધર્યા હતા.

 

આ નવરાત્રીની વાત કરીયે તો સોનામાં સુગંધ ભળે એમ આપણા લાડીલા વડાપ્રધાન પણ માતાના આશીર્વાદ લેવા ગુજરાતના આંગણે આવી માંની આરતી ઉતારી પોતાની આસ્થા પ્રગટ કરી હતી.

આજે જયારે દશેરા એટલે કે નવરાત્રી પુરી થઈ ચુકી છે ત્યારે બસ એટલું જ કહેવા માંગુ છું કે આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી અને તેનું જતન કરવામાં ગુજરાતીઓ સફળ બન્યા છે.દુનિયાના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ ‘નવરાત્રી’ નું ગુજરાત સરકારે સફળતાપૂર્વક અને શાંતિપૂર્વક આયોજન કરવામાં આવે છે.એમાં હરકોઈ ગુજરાતીએ યોગદાન આપ્યું છે. જેથી ગુજરાત સરકાર અને ગુજરાતના લોકોનો ખુબ ખુબ આભાર…સાથે દશેરાની ખુબ ખુબ શુભકામનાઓ

ગુજરાતમાં આજે પણ જીવંત છે ભવ્ય વારસો ત્યારે આજે નીહાળીયે 2019ની ભવ્યાતિ ભવ્ય નવરાત્રીની યાદગાર પળોને જે દર્શાવે છે ગુજરાતની અનોખી અને અતુલ્ય પરંપરાને…….

 

 

Leave a Response

error: Content is protected !!