જાણવા જેવુ

લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે 21 વર્ષ હોવા જરૂરી નથી, અમદાવાદ કોર્ટનો ગજબનો કિસ્સો

પ્રતિકારાત્મક ફોટો
827views

લગ્ન કરવા માટે 21 વર્ષની વય હોવી ફરજિયાત છે પણ શું લિવ-ઇન રિલેશનશિપ કે મૈત્રીકરાર હેઠળ સાથે રહેવા માટે પણ 21 વર્ષની વય હોવી જરૂરી છે? આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં રસપ્રદ કેસ આવ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારાના વકીલ સંદીપ વસાવા સામે પ્રોહિબિશન ઑફ ચાઇલ્ડ મેરેજ એક્ટરની જોગવાઈ હેઠળ ફરિયાદ થઈ હતી. કારણ એ હતું કે વકીલ વસાવાએ 20 વર્ષ અને 6 મહિનાની વયના યુવકને મૈત્રીકરાર કરવાની સલાહ આપી હતી. વકીલે પોતાની ધરપકડ રોકવા માટે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે આ કેસની સુનાવણી કરતા વકીલ સંદીપ વસાવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 
અરજીમાં પોલીસે વિચાર્યા વિના ફરિયાદ નોંધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો  
અરજદાર વકીલ સંદીપ વસાવા વતી હાઇકોર્ટમાં તેમના વકીલ રોનિથ જોયે એવી દલીલ કરી હતી કે, સંદીપે તેના કલાયન્ટ કે જેની ઊંમર 20 વર્ષ અને 6 મહિના છે તેમને લિવ ઇન કરાર કરવા સલાહ આપી હતી, તેમનો કલાયન્ટ 21 વર્ષનો ન હોવાથી ખોટી સલાહ આપવા બદલ તેની સામે ફરિયાદ કરી છે જે રદ થવી જોઈએ. વસાવા સામે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એકટ 2006ની કલમ 10 અને 11 હેઠળ ફરિયાદ થઈ હતી. અરજીમાં પોલીસે વિચાર્યા વિના ફરિયાદ નોંધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 
18 વર્ષે લિવ-ઇન કરાર કરી શકાય એવી રજૂઆત
આ કેસમાં મૈત્રીકરાર કરવાની સલાહ આપનાર વકીલ સામે ફરિયાદ કરવામાં આવી હતી. વસાવાએ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.પી ધોલારિયાએ વકીલની ધરપકડ નહીં કરવા આદેશ કરીને સરકારને નોટિસ પાઠવી છે. જેની સુનાવણી 19મી ઓગસ્ટે હાથ ધરાશે. કાયદામાં જોગવાઇ છે કે લગ્ન કરવા માટે પુરુષની ઉંમર 21 વર્ષની જરૂરી છે, પણ મૈત્રીકરાર કરવા માટે યુવક 18 વર્ષનો હોય તો કરી શકે છે તેવી રજૂઆત કરવામાં આવી છે.

સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Leave a Response

error: Content is protected !!