જાણવા જેવુરાજનીતિ

યુવાન ધારાસભ્ય હર્ષ સંઘવીની ICWAના સભ્ય તરીકે ત્રણ વર્ષ માટે કરાઈ નિમણુંક

116views

સુરત મજૂરા વિધાનસભાના યુવાન ધારાસભ્ય હર્ષ સંઘવીની ઇન્ટરનેશનલ રીલેશન્સનો અભ્યાસ કરતી પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA)માં ઉપરાષ્ટ્રપતિ વૈનાયડુની અધ્યક્ષ પદ ધરાવતી વર્લ્ડ અફેયર્સમાં સર્વાનુમતેહર્ષ સંઘવીની  નિમણુંક કરાઇ છે.

શું છે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ વર્લ્ડ અફેયર્સ?

ICWA નવી દિલ્હી ખાતે ચાલતી એક થિન્ક ટેન્ક છે જે ઇન્ટરનેશનલ રીલેશન્સ અને ફોરેન અફેયર્સનો અભ્યાસ કરે છે. આ સંસ્થા વર્ષ 1943માં સ્થાપિત કરાયેલી દેશની સૌથી જૂની સંસ્થા છે. સંસદમાં પસાર કરાયેલા એક એક્ટ મુજબ તેની સ્થાપના કરાઇ હતી. વર્ષ 2001માં તેને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા તરીકે જાહેર કરાયેલી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિ તેના એકસ ઓફિશિયો પ્રમુખ હોય છે અને વિદેશ મંત્રી તેના ઉપપ્રમુખ હોય છે. તે દિલ્હીના સપ્રુ હાઉસમાં ચાલે છે.

 

આ સંસ્થા યુનાઇટેડ નેશન્સ એકેડેમિક ઇમ્પેક્ટની સભ્ય પણ છે. સંસ્થા દ્વારા આઝાદી પહેલાથી દુનિયાભરના દેશોના સંબંધો પર અ્ભ્યાસ, સેમિનારો, કોન્ફરન્સ થાય છે. જેમાં મહાત્મા ગાંધીથી લઇને જવાહરલાલ નહેરૂ પર પ્રવચન આપી ચૂક્યા છે. ધારાસભ્ય હર્ષ સંઘવીની નિમણૂક ગવર્નિન્ગ કાઉન્સિલના સભ્ય તરીકે નિર્વિરોધ નિમણૂક કરાઇ છે. આ નિમણૂક 3 વર્ષ માટે હોય છે. હર્ષ સંઘવી પત્રકારોના આ નિમણૂંક અંગેના પ્રતિભાવો આપતા કહ્યું હતું કે મારા માટે આ ગર્વની વાત છે. હું તેમાં જે પણ કામ અપાશે તેને પૂરી નિષ્ઠાથી પુરૂં કરીશ.

 

ઉલ્લેખનીય છે કે હાલ જ યુએસના ટેક્સાસ ખાતે થયેલા હાઉડી મોદી કાર્યક્રમ બાદ. તેમણે કરેલા એક ટ્વિટને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રીટ્વિટ કરતા હર્ષ સંઘવી દુનિયાભરના નેતાઓમાં જાણીતા બન્યા હતા. આ ઉપરાંત પણ તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી વિદેશ જતા ડેલિગેશનોમાં ભાગ લેતા રહ્યા છે. માત્ર 27 વર્ષની ઉંમરે પહેલીવાર ધારાસભ્ય બન્યા પછી વર્ષ 2017માં બીજીવાર મોટા માર્જિનથી તેઓ જીત્યા હતા. સંઘવી ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.

Leave a Response

error: Content is protected !!