રાજનીતિ

તમે જુગારના શોખીન તો નથી ને? તો ચેતવામાં જ સાવધાની

666views

શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં હાલ શ્રાવણીયો જુગારની મોસમ પુરબહાર ખીલી ઉઠી છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનો એટલે જુગારની મોસમ હોય છે. શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા માત્ર એક જ દિવસમાં 19 મહિલાઓ સહિત 41 જેટલા જુગરીઓની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


રાજકોટ શહેર પોલીસ દ્વારા શ્રાવણ માસની પુર્વ સંધ્યાએ રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 6 દરોડા પાડ્યા હતા. જેમાં 41 પ્રેમીઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસે રહેલી 2.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. રાજકોટ શહેરમાં ક્રાઇમબ્રાન્ચ, રાજકોટ સ્પેશ્યલિ ઓપરેશન ગ્રુપ, રાજકોટ ભક્તિનગર પોલીસ અને રાજકોટ તાલુકા પોલી દ્વારા કામગીરી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર જાણે ઘર કરી જાય છે ઘરે ઘરે જુગાર રમાતો હોય છે તો પોલીસ પણ તે મામલે સઘન કામગીરી હાથ ધરતા હોય છે ત્યારે બધા ગુજ્જુઓને જણાવાનું કે જો તમે પણ શ્રાવણમાં જુગાર રમવાના આદિ હોય તો ચેતી જવામાં જ સમજદારી છે.

Leave a Response

error: Content is protected !!