રાજનીતિ

ઝારખંડમાં મોટો નક્સલી હુમલો, પાંચ પોલીસ જવાનો થયા શહીદ

108views

ઝારખંડના સરાઈકેલા જિલ્લામાં મોટો નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ પોલીસ જવાનો શહીદ થયાં છે. ઝારખંડમાં ટૂંકા ગાળામાં જ નક્સલીઓએ ત્રણ મોટા કાવતરાઓને અંજામ આપ્યો છે.

8 થી 10 નક્સલીઓ બાઈક પર આવ્યાં

ઘટનાની વાત કરીએ તો સરાઈકેલાનાં તીરૂલડીહમાં કુડ્કું બજારમાંથી પોલીસ કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે 8 થી 10 જેટલા નક્સલીઓ બાઈક પર આવ્યાં અને પોલીસ પર આડેધડ ગોળીબાર કરી ઘટનાને અંજામ આપ્યો. નક્સલીઓએ બે દીવા પૂર્વે કુડ્કું બજારમાં આવી રેકી કરી હતી અને સમગ્ર કાવતરું ઘડ્યું હતું.

 

5 પોલીસ જવાનોની હત્યા

આ નક્સલી હુમલામાં 5 પોલીસ જવાનો શહીદ થયાં છે જેમાં ત્રણ કોન્સ્ટેબલ અને બે એ.એસ.આઈ. રેન્કનાં પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. હુમલા બાદ નક્સલીઓ પોલીસનાં હથિયારો લૂટી ફરાર થઇ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ એસપી સહિત  વધારનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

એક મહિનાનાં ટૂંકા ગાળામાં જ ત્રણ મોટી ઘટનાઓ
ઝારખંડમાં નક્સલીઓએ એક મહિનાનાં ટૂંકા ગાળામાં ત્રણ મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે. ગત 20 મેં નાં રોજ સરાઈકેલાનાં સરખાવામાં આઈઈડી બ્લાસ્ટ કર્યો જેમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાં હતાં. ત્યારબાદ 28 મેં  નાં દિવસે કુચાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાય સુંદરી પહાડ પર આઈઇડી બ્લાસ્ટ કર્યો હતો જેમાં 26 જવાનો ઘાયલ થયાં હતાં. અને ત્યારબાદ સરાઈકેલાનો આ હુમલો જેમાં પાંચ પોલીસ જવાનોનાં મોત નીપજ્યા છે. આમ એક મહિનાનાં ટૂંકા ગાળામાં ઝારખંડમાં નક્સલીઓએ ત્રણ હુમલાઓ કર્યા છે પોલીસની નાકામી દર્શાવે છે.

Leave a Response

error: Content is protected !!