બુધવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે નોટો પર ગાંધીજી સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની તસવીરો લગાવવાની માંગ કરી હતી.

મનીષ તિવારીએ આંબેડકરનો ફોટો મુકવાની કરી માંગ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરતા જ તમામ રાજકીય પક્ષોના નિશાના પર આવી ગયા અને બધાએ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું. ભાજપે કેજરીવાલની આ માંગને વોટ માટેનો ઢોંગ ગણાવ્યો, જ્યારે કોંગ્રેસે પણ કેજરીવાલના નિવેદન અંગે કહ્યું કે, જો કેજરીવાલ પાકિસ્તાન જશે તો તે પણ કહી શકે છે કે, હું પાકિસ્તાની છું તેથી મને મત આપો.

મનીષ તિવારીએ આંબેડકરનો ફોટો મુકવાની કરી માંગ

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ નોટો પર ગણેશ-લક્ષ્મીનું ચિત્ર લગાવવાની સીએમ અરવિંદ કેજરીવાલની માંગ પર ટ્વીટ કરીને બાબાસાહેબ આંબેડકરનો ફોટો ચલણ પર લગાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, એક તરફ મહાત્મા ગાંધીનો ફોટો હોવો જોઈએ અને બીજી બાજુ બાબાસાહેબ આંબેડકરનો ફોટો લગાવવો જોઈએ. 

મનીષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું, ‘નવી સિરીઝની નોટો પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર કેમ નથી? એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ ડૉ.આંબેડકર. અહિંસા, બંધારણવાદ અને સમતાવાદ એક અનન્ય સંઘમાં ભળી રહ્યા છે, જે આધુનિક ભારતીય પ્રતિભાને સંપૂર્ણ રીતે મૂર્તિમંત કરશે.’

ભાજપે સાધ્યું કેજરીવાલ પર નિશાન

અરવિંદ કેજરીવાલની માંગ પર ભાજપે કહ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે, અરવિંદ કેજરીવાલ કેવી રીતે યુ-ટર્ન લે છે. અગાઉ તેઓ દિવાળી પર પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતા હતા કે, જો તમે ભૂલથી પણ દિવાળી ઉજવશો તો તમને જેલમાં ધકેલી દેવામાં આવશે. હવે તેઓ નોટો પર ગણેશ અને દેવી લક્ષ્મીની તસવીરો લગાવવાની માંગ કરી રહ્યા છે.

આ સમગ્ર ચર્ચા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ સાથે શરૂ થઈ હતી. બુધવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે નોટો પર ગાંધીજી સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની તસવીરો લગાવવાની માંગ કરી હતી. કેજરીવાલે કહ્યું કે, જો એક તરફ ગાંધીજીની તસવીર અને બીજી તરફ લક્ષ્મી ગણેશની તસવીર હશે તો તે આખા દેશને આશીર્વાદ આપશે. તેમણે કહ્યું કે, લક્ષ્મીજીને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને ગણેશ તમામ પરેશાનીઓ દૂર કરે છે. તેથી, તે બંનેના ચિત્રની નોંધ લેવી જોઈએ.

 27 Oct, 2024  ભારત

You Can Share It :

  •  Facebook
  •  Twitter
  •  WhatsApp